Gandhinagar News: ગુજરાતના નવા શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ હોદ્દો ગ્રહણ કરતાં જ તેમની સામે શિક્ષણ જગતની પડતર સમસ્યાઓ આવવા લાગી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળે જણાવ્યું છે કે શિક્ષકની ભરતી સહિતના પ્રશ્નોને ઉકેલવા માટેની બેઠક યોજવા શિક્ષણ મંત્રીને મુલાકાત આપે તેમ જણાવ્યું છે.
રાજ્યની સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ શાળાઓની વિવિધ સમસ્યાઓને લઈને વહેલામાં વહેલી તકે બેઠક કરવા માટે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. નવી કેબિનેટ બનવાની સાથે પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તેવી આશા શાળા સંચાલક મહામંડળ રાખી રહ્યું છે.
રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને લાંબા સમયથી રજૂઆત થઈ રહી છે, પરંતુ હજી સુધી તેનો કોઈ નીવેડો આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી નથી અને વચગાળાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સરકારે હજી સુધી આ દિશામાં કોઈ પગલાં ન લેતા તેમા વિલંબ થઈ રહ્યો છે. શાળાઓને જ્ઞાનસહાયક આપવામાં છ મહિના કરતાં પણ વધારે સમય લાગી ગયો છે. આમ વિદ્યાર્થીઓને એક સત્ર પછી શિક્ષક મળશે. આવા કેટલાય પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ રાજ્ય શાળાસંચાલક મંડળ નવા પ્રધાન સમક્ષ કરી રહ્યું છે.
રાજ્ય શાળા સંચાલક સંગઠનના પ્રમુખ ભાસ્કર પટેલ કહે છે કે છેલ્લા ઘણા વર્ષોથી કારકુન અને પટાવાળાની ભરતી કરવામાં આવી નથી. શાળાના આચાર્યો અને શિક્ષકો 2009 થી પટાવાળા તરીકે કાર્યરત છે. શાળા જાળવણી અનુદાન અને ફી સ્લેબમાં વધારો કરવામાં આવ્યો નથી. 2017 માં જ્યારે FRC લાગુ કરવામાં આવ્યો ત્યારે, પ્રાથમિક માટે ફી સ્લેબ 15,000, માધ્યમિક માટે 25,000, સામાન્ય પ્રવાહ માટે 27,000 અને વિજ્ઞાન પ્રવાહ માટે 30,000 નક્કી કરવામાં આવ્યો હતો, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો દર વર્ષે 7% ફી વધારો માનવામાં આવે તો પણ, આજે 56% વધારો થવો જોઈએ, જે થયો નથી.
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર ભૂસ્તર વિભાગનો સપાટો, 10 વાહનો જપ્ત કરી 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ પણ વાંચો: Gandhinagar News/ગાંધીનગર સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો, પોક્સોના ગુનામાં આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી
આ પણ વાંચો: Gandhinagar News/આઠ હત્યા અને દુષ્કર્મ ઉપરાંત અનેક ગંભીર ગુનાઓ આચરનાર આંતરરાજ્ય સિરિયલ કિલરને ગુજરાત પોલીસે પકડ્યો, ૧૭૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને રોકડ ઈનામ અપાયા
