Mahesana News/ મહેસાણાના વડનગરમાં બોગસ ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

મહેસાણાના વડનગરમાં પોલીસે શેરબજાર ટ્રેડિંગના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ત્રણ સ્થાનિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News

Mahesana News:અત્યારે ડબ્બા ટ્રેડિંગનું પ્રમાણ ખૂબ જડપથી વધી રહ્યું છે ત્યારે ફરી એક વાર મહેસાણાના વડનગર માથી બોગસ ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે.મહેસાણાના વડનગરમાં પોલીસે શેરબજાર ટ્રેડિંગના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં ત્રણ સ્થાનિક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ‘માર્કેટ પલ્સ’ નામની નકલી એપ્લિકેશન દ્વારા લોકોને ઊંચા વળતરનું વચન આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત, મુંબઈના સંતોષ કન્હરે અને ઉત્તર પ્રદેશના જ્યોતિ ત્રિપાઠીની સંડોવણી પણ પ્રકાશમાં આવી છે.

લોકોને લાલચ આપી ફસાવી છેતરપિંડીનું રેકેટ ચાલતું

વડનગર (Vadnagar) પોલીસને બાતમી મળી હતી કે એક જૂથ સબલપુર ગામ નજીક ગેરકાયદેસર રીતે ‘ડબ્બા ટ્રેડિંગ’ કામગીરી ચલાવી રહ્યું છે. આ માહિતીના આધારે, પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો અને ત્રણ આરોપીઓ અમિત ઠાકોર, ગૌરવ ઠાકોર અને સાહિલ ઠાકોર -ને રંગેહાથ પકડ્યા હતા.

ગેરકાયદેસર ધંધાની હિસાબી નોટબુક પણ ઝડપાઇ

જપ્ત કરાયેલી વસ્તુઓમાં  હજારો લોકોની વિગતો ધરાવતી નોટબુક્સ, જેમાં રોકાણકારોના નામ, નંબર અને રોકાણની રકમનો સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ નોટબુક્સ જેમાં ગેરકાયદેસર વ્યવહારોના વિગતવાર હિસાબ હતા. એટલુજ નહીં ‘માર્કેટ પલ્સ’ એપ અને અન્ય સોફ્ટવેર ધરાવતા મોબાઇલ ફોન અને લેપટોપ તેમજ શેરબજારના ટ્રેડિંગના નામે બનાવટી દસ્તાવેજો, ફોર્મ અને રસીદો બનાવવામાં આવી હતી.

શું છે ડબ્બા ટ્રેડિંગ?

ડબ્બા ટ્રેડિંગ એક પ્રોક્સી માર્કેટ છે. સ્ટોક એક્સચેન્જમાં શેર ખરીદવા અને વેચવા માટે, રોકાણકારોએ બ્રોકર પાસે ડીમેટ ખાતું ખોલાવવાની જરૂર છે. જો કે, ડબ્બા ટ્રેડિંગમાં, બધા વ્યવહારો બજારના નિયમોનું પાલન કર્યા વિના કરવામાં આવે છે. તે જોખમી છે, પરંતુ સંભવિત રીતે નફાકારક પણ છે, કારણ કે તેને નિયંત્રિત કરવા માટે કોઈ નિયમનકારી નિયમો અને કાયદા નથી. ડબ્બા સિસ્ટમમાં, બધા વ્યવહારો રોકડમાં સેટલ કરવામાં આવે છે. આ સિસ્ટમમાં, બધા ઓપરેટરો વ્યક્તિગત રીતે ઓર્ડર લે છે અને શેરબજારની બહાર વ્યવહારો કરે છે.

કારણ કે તે ગેરકાયદેસર છે, નફા પર કોઈ આવકવેરો લાદવામાં આવતો નથી. વેપારીઓએ તેમના વ્યવહારો પર કોઈ કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) અથવા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) પણ ચૂકવવાની જરૂર નથી. સેબીએ ડબ્બા ટ્રેડિંગ સિસ્ટમને નિયંત્રિત કરવા અને મુખ્ય પ્રવાહના માધ્યમો દ્વારા વધુ રોકાણકારોને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે.

અગાઉ પણ વિસનગર અને ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મહેસાણામાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ  ઝડપાયું હતું. તે વખતે વિસનગર અને ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું. આમ શેરબજારનું રેકેટ ગેરકાયદેસર ચાલી રહ્યુ છે. મોબાઇલો સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બે જુદા-જુદા ગુનામાં 13 લોકો સામે ફરિયાદ થઈ છે. પોલીસે આ કેસમાં ત્રણની ધરપકડ કરી હતી અને 10 ફરાર છે.

આમ મહેસાણા જિલ્લામાં શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ થતું નથી. વિસનગરની દેવભૂમિ સોસાયટીના મકાન નંબર 9 માંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. આ ઉપરાંત ખેરાલુ મલારપુરા ગામની સીમમાં આ ટ્રેડિંગ ઝડપાયું છે. મહેસાણા જિલ્લાને હચમચાવી મુકનાર ડબ્બા ટ્રેડિંગ મામલે ગૃહ વિભાગના નિર્દેશ બાદ ગાંધીનગર રેન્જ આઈ જી દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં વડનગર, ખેરાલુ, સતલાસણા ડબ્બા ટ્રેડિંગનું એપી સેન્ટર છે.છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશ,હરિયાણા,રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યના શેર બજારના રોકાણકારોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ થઈ હોવાના આ કૌભાંડમાં હવે ચોંકાવનારા ખુલાસા થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસનગરના ખદલપુર ગામે ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું, ત્રણની ધરપકડ, ત્રણ ફરાર

આ પણ વાંચો:મહેસાણાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, ત્રણની ધરપકડ

આ પણ વાંચો:અંકલેશ્વરમાં ડબ્બા ટ્રેડિંગ તથા પત્તા-પાનાના જુગારની અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો પર્દાફાશ