Gandhinagar News: રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત (Government-Non Government Granted Schools) ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો (Disabled candidates) માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ – 2025 હાથ ધરવામાં આવી છે.

રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (Shikshan Sahayak) ભરતી અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ- 2025 અન્વયે તા. 01-03-2025ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સદર જાહેરાત મુજબ નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (HS) -2023 પરીક્ષા પાસ હોય તેવા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો તા. 03-11-2025થી તા. 12-11-2025ના રોજ 23:59 કલાક સુધી https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી (Online Application) કરી શકશે. જેની ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવાયુ છે.
આ પણ વાંચો:ગુજરાતમાં સહકારી ક્ષેત્રની પ્રગતિ અને પીએમ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતનું વિઝન
