Kutch News: રાષ્ટ્ર ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના સરહદી ગામ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું.
[fvplayer id=”228″]
નાયબ મુખ્યમંત્રીએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા

“વંદે માતરમ્” (Vande Mataram) ગીતના 150 વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy CM Harsh Sanghvi)એ કચ્છ (Kutch)ના સરહદે આવેલા ગામ (Border) છેરમાં આઉટ પોસ્ટ ખાતે જવાનો (Army personnel) સાથે રાષ્ટ્રગીત (National anthem)નું સમૂહગાન કર્યું હતું.
[fvplayer id=”229″]
“સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું

નાયબ મુખ્યમંત્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” (Swadeshi)નું આહવાન કર્યું હતું.
[fvplayer id=”230″]
સ્વતંત્ર સંગ્રામમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની મહત્વની ભૂમિકા રહી હતી

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વંદે માતરમ્’ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે.

રાષ્ટ્ર ગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી
તેઓએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના 150 વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે. સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે.

BSF જવાનો સાથે ‘ચાય પે ચર્ચા’
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ BSF જવાનો (BSF Personnel) સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ‘ચાય પે ચર્ચા’ કરી હતી.

આ પ્રસંગે અગ્રણી દેવજી વરચંદ, રેન્જ આઇજી ચિરાગ કોરડીયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, 176 બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટ યોગેશ કુમાર સહિત અધિકારી, પદાધિકારીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોથી દેશના સીમાડાઓ સુરક્ષિત: હર્ષ સંઘવી
આ પણ વાંચો: કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ‘ખાટલા સભા’: સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો
આ પણ વાંચો: કચ્છમાં સાવકા પિતાએ 2 વર્ષના દીકરા સાથે ન કરવાનું કર્યું
