Gujarat News/ રાહત પેકેજ ગુજરાતના ખેડૂતોની આંખમાં ધૂળ નાખવા બરાબર :  અમિત ચાવડા

આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે

Gujarat

Gujarat News : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદથી જે નુકસાન થયું છે, જે પાયમાલી થઈ છે, એના માટે કહેવાતું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું, એવી મોટી મોટી જાહેરાતો થઈ રહી છે.

​પણ હકીકત શું છે કે ગુજરાતમાં સરકારી આંકડા મુજબ જોવા જઈએ તો 72 લાખ હેક્ટર જેટલું વાવેતર હતું અને કમોસમી વરસાદ થયો અને એના કારણે જે નુકસાન થયું એનો અંદાજ છે, એ પણ સરકારી આંકડા મુજબ જોઈએ તો 42 લાખ હેક્ટર જેટલા વાવેતરમાં નુકસાન થયું છે.

​જ્યારે મોટી વાતો જાહેરાતો થાય છે, એની મોટી મોટી વાહવાહી થાય છે, ત્યારે હકીકત એવી છે કે આ કહેવાતી મૃદુ અને સંવેદનશીલ સરકાર, ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ નહીં કરવા માટે અને ગુજરાતના ખેડૂતોને પાક વીમો યોજનાનો લાભ નહીં આપવા માટે આજે મક્કમ હોય એવું દેખાઈ રહ્યું છે.

​કારણ કે આખા ગુજરાતમાંથી એક જ અવાજ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. દ્વારકામાં ખેડૂત આત્મહત્યા કરે છે, ઉનામાં ખેડૂત આત્મહત્યા કરે છે. આખા ગુજરાતમાંથી ખેડૂતો આક્રોશ સાથે માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી થવી જોઈએ અને દર વખતે આ પ્રકારની નુકસાની થાય ત્યારે વળતર કે સહાય માટે પેકેજ નહીં પણ કાયમી પાક વીમા યોજના થવી જોઈએ. ​પણ આ બંને બાબતોએ આજે સરકારે કોઈપણ જાતના પગલાં નહીં લઈ અને એની ખેડૂત વિરોધી માનસિકતા દેખાડી છે.

ગુજરાતમાં ઉદ્યોગપતિઓને રાહત આપવાની હોય તો ટાટા કંપનીને નેનો કાર માટે ૩૩,૦૦૦ કરોડ રૂપિયાની રાહતો આપવામાં આવે અને બીજી બધી જ રાહતો ગણીએ તો એક જ કંપનીને 60,000 કરોડ કરતાં વધારેની રાહત આપવામાં આવે અને ગુજરાતના ખેડૂતોના દેવા માફીની વાત આવે તો એની માટે સરકાર ના પાડે. ​એ સ્પષ્ટ બતાવે છે કે 10,000 કરોડના કહેવાતા ઐતિહાસિક પેકેજ જાહેરાતની વાતો કરે છે, પણ ખરેખર સ્થળ પર જઈને જુઓ કે પ્રતિ હેક્ટર ખર્ચો કેટલો છે? પ્રતિ હેક્ટર એનો ખર્ચની સાથે એનું જે ઉપજ છે, એને વેચવા જાય તો એને જે આવક થવાની, એનો સરવાળો કરીએ તો એક વીઘાના 50,000 રૂપિયા સુધી કપાસમાં અને અન્ય પેદાશોમાં એટલી જ આવકની શક્યતાઓ છે જે ખેડૂતોની મહેનત હતી.
​એની સામે આ પેકેજ નહીવત છે.

આ પેકેજ ખેડૂતોની આંખોમાં ધૂળ ચોંકવા બરોબર છે, ખેડૂતોની સાથે છેતરપિંડી કરવા બરોબર છે. ​સરકારને ફરી કહેવા માંગીએ છીએ કે લોકોનો આક્રોશ જોયો, ખેડૂતોનો આક્રોશ જોયો, રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યો છે એના કારણે બધી જ રીતે સરકાર હવે પોતાનો બચાવ કરવા માટે ૧૦,૦૦૦ કરોડના પેકેજની જાહેરાત કરે છે. પણ સાચા અર્થમાં જો ગુજરાતના ખેડૂતોને મદદ કરવી હોય તો ફરી સરકાર પાસે માંગણી કરીએ છીએ કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને ગુજરાતમાં તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં

આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવાસી ખેડૂતો માટે વરદાન…