Ahmedabad News/ અમદાવાદના સુખરામનગરમાં જર્જરિત સરકારી ક્વાર્ટર્સની ગેલેરી તૂટી, 3 લોકો ઇજાગ્રસ્ત, 35 થી વધુ લોકોનું રેસ્ક્યુ

આ ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના અમરાઈવાડી સ્થિત સુખરામનગરના સંત વિનોબાનગરમાં સરકારી ક્વાર્ટર્સના બ્લોક નંબર 17 માં ગંભીર દુર્ઘટના બની છે. જેમાં જર્જરિત હાલતમાં રહેલા સરકારી ક્વાર્ટર્સની ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. જેને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.બનાવને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ગેલેરી તૂટી પડવાથી તેમાં હાજર રહેલા અથવા તેની નીચેના ભાગમાં રહેલા 3 જેટલા લોકો ઘાયલ થયા હતા.. ઇજાગ્રસ્ત થયેલા આ ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તુરંત સંત વિનોબાનગર ખાતે પહોંચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયર વિભાગે 2 ગાડીઓ મોકલી આપી હતી અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. ફાયર વિભાગના જવાનોએ કાટમાળમાં ફસાયેલા તેમજ અન્ય જોખમી ભાગોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ, ફાયર વિભાગે જોખમી બિલ્ડિંગમાંથી 35થી વધુ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું, જેના કારણે કોઈ મોટી જાનહાનિ થતી અટકી હતી.

અમરાઈવાડીના આ સરકારી ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થવાની ઘટનાએ જર્જરિત સરકારી આવાસ યોજનાઓની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભો કર્યો છે. લાંબા સમયથી સ્થાનિકો આ ક્વાર્ટર્સના સમારકામની માંગ કરી રહ્યા હતા, તેમ છતાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

3 લોકોને ઇજા પહોંચવાની આ ઘટનાએ સત્તાધીશોને જર્જરિત મકાનોનું તાત્કાલિક સમારકામ કે પુનઃનિર્માણ કરવાની જરૂરિયાત પર ધ્યાન આપવા માટે ફરજ પાડી છે. આ ક્વાર્ટર્સમાં રહેતા અન્ય લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ આપ્યું રાજીનામુ

આ પણ વાંચો: પાટણના હારીજ બજારમાં હિટ એન્ડ રન, બેફામ ચાલતી કારે દુકાનને ટક્કર મારી પલટાઈ

આ પણ વાંચો:ધારાસભ્ય હીરા સોલંકીના જમાઇ પર જાફરાબાદમાં જીવલેણ હુમલો, ચેતન શિયાળનો રિવોલ્વર સાથે વીડિયો વાઇરલ