Ahmedabad News : અમદાવાદના સી.જી.રોડ પર આવેલી ફરિયાદીની ટુર્સ એન્ડ વીઝા કન્સલટન્ટની ઓફિસમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો. બાદમાંઆ કેસમાંથી ફરિયાદીનું નામ ચાર્જશીટમાંથી કાઢી નાંખવા દિલ્હી ક્રાઈમ બ્રાંચના ASI શીવકુમાર દ્વારા એક કરોડની લાંચ માંગવામાં આવી હતી. જે પૈકી 10 લાખની લાંચ લેતા એસીબીની જાળમાં શીવકુમારના બે સાગરીત પૈકી એક ઝડપાઈ ગયો હતો. એસીબીએ ત્રણેય વિરૂધ્ધ લાંચનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરીયાદી વીઝા કન્સલ્ટન્ટ નું કામ કરે છે. ગઇ તા.29.7.2025 નાં રોજ તેઓ સી.જી.રોડ ખાતે આવેલ “ ઓમ ગ્લોબલ ટુર્સ એન્ડ વીઝા કન્સલટન્ટ “ ની ઓફીસે હાજર હતા તે દરમ્યાન આ ઓફીસ માં દીલ્લી ક્રાઇમ બ્રાન્ચ ની રેડ પડેલ હતી , તેમા ઓફીસ અને ફરીયાદીની ગાડીની ઝડતી કરેલ હતી અને ઓફીસ માંથી બે લેપટોપ તથા બે પ્રીન્ટર અને ફરીયાદી નાં કુલ-17 પાસપોર્ટ વોલેટ,આધારકાર્ડ,એ.ટી.એમ કાર્ડ,અસલ ડ્રાઇવીંગ લાયસન્સ,અસલચુંટણી કાર્ડ,અસલ પાનકાર્ડ, બે ચેકબુક અને રૂ.20,000 રોકડા લઇ લીધેલ હતા, ત્યાર બાદ દીલ્હી ક્રાઇમ બ્રાન્ચ નાં ગુના માં સહઆરોપી તરીકે ફરીયાદી નું નામ ખુલતુ હોવાનો આરોપ મુકી ફરીયાદી તથા “ ઓમ ગ્લોબલ ટુર્સ “ નાં માલીક ને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઇ ગયેલ હતા. ત્યાં લઇ જઇ બન્ને ને પોલીસ સ્ટેશન ની બહાર બેસાડી રાખેલ હતા.
તે દરમ્યાન દિલ્હી ક્રાઈમ બ્રાંચના ASI શીવકુમારે તેમના મીત્ર સંજય પટેલ ને બોલાવી લીધેલ અને “ ઓમ ગ્લોબલ ટુર્સ “ નાં માલીકે તેમના મીત્ર ચીત્રેશ સુતરીયા ને બોલાવી લીધેલ હતા , આ ચીત્રેશ સુતરીયા અને સંજય પટેલ બન્ને એકબીજા ને પહેલાથી ઓળખતા જ હતા, ત્યાર બાદ આ બન્ને એ મધ્યસ્થી કરીને ફરીયાદી અને “ઓમ ગ્લોબલ ટુર્સ” નાં માલીકને તાત્કાલીક છોડાવેલ હતા,અને આરોપી શીવકુમારે ફરીયાદી અને “ઓમ ગ્લોબલ ટુર્સ” નાં માલીક ને નિવેદન લખાવવા દીલ્લી મુકામે હાજર રહેવા માટે નોટીસ આપેલ હતી. અને ઓફીસ માંથી અને ફરીયાદીની ગાડી માંથી કબ્જે લીધેલ દસ્તાવેજો તેમની સાથે લઇ ગયેલ હતા.
ત્યાર બાદ, ફરીયાદી દીલ્લી મુકામે જઇ આરોપી શીવકુમારને મળતાં ,શીવકુમારે ઉપરોક્ત ગુના માં આરોપી તરીકે ફરીયાદી નું નામ નહી ખોલવા અને કબજે લીધેલ અસલ દસ્તાવેજો પરત આપવા નાં બદલા માં ફરીયાદી પાસે રૂપીયા “એક કરોડ “ ની લાંચ ની માંગણી કરેલ હતી અને તે નાણાં બાબતે આરોપી ચીત્રેશ ભુપેન્દ્રભાઈ સુતરીયા (પ્રજાજન)અને સંજય પટેલ (પ્રજાજન ની સાથે જ વાત કરવા જણાવેલ હતું .
ત્યાર બાદ આરોપી ચીત્રેશ સુતરીયાઅને સંજય પટેલ દ્વારા સતત નાણાં ની માંગણી ચાલુ રહેલ હતી ,પરંતુ ફરીયાદી પાસે આટલી મોટી રકમ ની વ્યવ્સ્થા થયેલ નહી , જેથી તેઓએ આરોપીઓ ને નાણાં આપેલ નહી જેથી આરોપી શીવકુમારે દીલ્લી ક્રાઇમ બ્રાન્ચ નાં ઉપરોક્ત ગુના માં આરોપી નું નામ સહઆરોપી તરીકે ખોલી નાંખેલ અને ફરીયાદી ને ભાગેડું જાહેર કરી ચાર્જશીટ દાખલ કરી દીધેલ હતી, પરંતુ ચાર્જશીટ માં ફરીયાદી નાં કબજે લીધેલ દસ્તાવેજો નો ઉલ્લેખ કરેલ નહી.
ત્યાર બાદ, ત્રણેય આરોપીઓ એ એકબીજાનાં મેળાપીપણા ઉપરોક્ત ગુના ની ચાર્જ્શીટ માંથી ભાગેડું આરોપી તરીકે ફરીયાદી નું નામ કઢાવી આપવા અને ફરીયાદી નાં અસલ દસ્તાવેજો પરત અપવા નાં બદલા માં ફરીયાદી પાસે રૂ80,00,000 ની માંગણી કરી , તે પૈકી રૂ.10,00,000 એડવાન્સમાં અને બાકીનાં નાણાં અસલ દસ્તાવેજો પાછા મળી જાય અને ચાર્જ્શીટ માંથી ભાગેડું આરોપી તરીકે નામ નીકળી જાય ત્યાર બાદ આપવા નું નક્કી કરેલ હતું .
પરંતુ ફરીયાદી આ લાંચ ના નાણાં આપવા ઇચ્છતા ન હોઇ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા, પાલડી ભઠ્ઠા ઓનેસ્ટ રેસ્ટોરન્ટની બહાર ફરિયાદીની કારમાં લાંચ નાં છટકાનું આયોજન કરવા માં આવેલ હતું , અને લાંચ નાં છટકા દરમ્યાન આરોપી ચીત્રેશ સુતરીયા એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ના નાણાં સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયો હતો.
આ પણ વાંચો:ખંભાતના સોખડા GIDCમાં ગમખ્વાર દુર્ઘટના, કેમિકલ ટાંકો સાફ કરતાં 2 શ્રમિકોના મોત
આ પણ વાંચો:ખંભાતમાં ત્રણ લાખની લાંચ લેતા PSI રંગે હાથ ઝડપાયો
આ પણ વાંચો:ખંભાતમાં પુલનો સ્લેબ તૂટતા બે શ્રમિકો દટાયાં, એકનું મોત
