Gujarat News/ ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા 7 મહિનામાં રૂ.17 કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ…

ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા 7 મહિનામાં, રાજ્ય તથા રાજ્ય બહાર રૂ. 17 કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે….

Gujarat Trending

Gujarat News: ગરવી ગુર્જરી (Garvi Gurjari) દ્વારા છેલ્લા 7 મહિનામાં, રાજ્ય તથા રાજ્ય બહાર રૂ. 17 કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજવસ્તુઓ (Handloom-Handicraft Items)નું વેચાણ કરવામાં આવ્યું છે.

‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’

વડાપ્રધાનના ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’ (Har Ghar Swadeshi, Ghar Ghar Swadeshi) અભિયાનને વધુ ગતિમય અને તેજોમય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના માર્ગદર્શનમાં રાજ્યના હાથશાળ અને હસ્તકલાની સ્વદેશી બનાવટો-સ્થાનિક કલાકારોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

હાથશાળ – હસ્તકલા નિગમ દ્વારા કુલ ૩૪ મેળા-પ્રદર્શનનું આયોજન

રાજ્ય સરકાર (Gujarat Gov.)ના હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ અંતર્ગત એપ્રિલથી ઓક્ટોબર-2025 એટલે કે છેલ્લા 7 મહિનામાં ગરવી ગુર્જરી એમ્પોરિયમ‌ ઉપરાંત રાજ્ય તથા રાજ્ય બહાર કુલ 34 મેળા-પ્રદર્શન (Exhibitions)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના થકી કુલ રૂ. 17.52 કરોડથી વધારે કિંમતની સ્વદેશી (Swadeshi) હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ કરીને ‘આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારત’ની દિશામાં મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ વેચાણમાં નિગમ દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં આપવામાં આવેલ ગિફ્ટ હેમ્પર તથા સરકારી કચેરીઓમાં કરેલ સુશોભનની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

રાજ્યભરના કુલ 7,000થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને રોજગારી

કુટિર ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ (Naresh Patel) તેમજ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor)ના નેતૃત્વમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીથી દેશના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન મળે અને સ્વદેશી હાથશાળ – હસ્તકલાની પરંપરાગત ઉત્પાદનોની ખરીદી કરીને આપણા વારસાનું જતન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગરો (Local artisans)ને વધુમાં વધુ રોજગારી મળી રહે તે હેતુથી ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નિગમના તાલીમ સહ ઉત્પાદન કેન્દ્રો (ટીસીપીસી, TCPC) મારફત સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજવસ્તુઓના રૂ. 1,303.22 લાખના ખરીદ ઓર્ડર કારીગરોને આપવામાં આવ્યા છે. આ વેચાણ દ્વારા રાજ્યભરના કુલ 7,000થી વધુ હાથશાળ અને હસ્તકલા કારીગરોને પ્રોત્સાહનની સાથે સાથે રોજગારી (Employment) આપવામાં આવી છે.

આગામી સમયમાં દિલ્હી, અમૃતસર, દહેરાદૂન, લખનઉ, કોલક્ત્તા, સુરત અને સુરજકુંડમાં મેળા-પ્રદર્શન યોજાશે

નિગમ દ્વારા વધુમાં આગામી સમયમાં દિલ્હી (Delhi), અમૃતસર, દહેરાદુન,લખનઉ, કોલકાતા,સુરત, સુરજકુંડ-ફરીદાબાદ વગેરે સ્થળોએ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવનાર છે.

આ ઉપરાંત, નિગમ અંતર્ગત કાર્યરત યોજનાઓ તથા એમ્પોરિયમ્સ થકી “સ્વદેશી અપનાવો”ના ભાવને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રચાર પ્રસાર અને પ્રસિદ્ધિની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે,જેથી નાગરિકો સ્થાનિક કારીગરોને સહાય કરી શકે અને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવા પ્રોત્સાહિત કરી શકાય. સાથે જ જનજાગૃતિ અને વ્યાપક પહોંચ માટે વિવિધ મીડિયા માધ્યમો જેમ કે રેડીયો ઇન્ટરવ્યૂ, વ્યાપક આઉટડોર એડવર્ટાઇઝિંગ માટે હોર્ડીગ્સ તથા મુખ્ય રેલ્વે સ્ટેશનો પર એડવર્ટાઇઝિંગ બોર્ડ્સ વગેરેના ઉપયોગથી કેન્દ્ર સરકારની “વોકલ ફોર લોકલ” પહેલને વધુ બળ મળી રહ્યુ છે. “સ્વદેશી અપનાવો”ના સંદેશને અસરકારક રીતે રજૂ કરવાની સાથે સાથે ગુજરાતની સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલાના વારસાને ઉજાગર કરવામાં આવી રહ્યો છે.

સ્વદેશી વસ્તુઓની ખરીદી માટે ગરવી ગુર્જરીની વેબસાઇટ

વધુમાં ગરવી ગુર્જરીના ઉપક્રમે કારીગરોના કૌશલ્ય અને તેઓ દ્વારા બનાવવામાં આવતા ઉત્પાદનોને અદ્યતન ડિઝાઇન તથા બજારની જરૂરિયાત મુજબ વસ્તુઓને વિકસાવવામાં પણ મદદ કરવામાં આવે છે. જે અંતર્ગત ગરવી ગુર્જરી ડિઝાઇન વર્કશોપ, તાલીમ, માર્કેટ ટ્રેન્ડ ડેવલપમેન્ટ સેશન અને સ્પેશિયલ ડિઝાઇન કેમ્પનું આયોજન કરે છે. જેના દ્વારા પરંપરાગત કળાને આધુનિક સમયની જરૂરીયાત મુજબ ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવે છે. આમ, નિગમ દ્વારા સ્વદેશી ઉત્પાદનો સ્થાનિક બજારથી લઇને વૈશ્વિક બજાર સુધી પહોચાડવાના વિવિધ સ્વરૂપે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેનો સીધો લાભ રોજગારીરૂપે સ્થાનિક કારીગરોને મળી રહ્યો છે. આ સ્વદેશી વસ્તુઓની ખરીદી ગરવી ગુર્જરીના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભૂજ, સાળંગપુર, લિબંડી, ભરૂચ, આણંદ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, સુરેન્દ્રનગર, એકતાનગર અને રાજકોટમાં આવેલા આઉટલેટ ઉપરાંત, www.garvigurjari.gujarat.gov.in પરથી ઓનલાઇન (Online Purchase) પણ કરી શકાય છે તેમ,હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા જણાવાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતની સંસ્કૃતિને પહેલી વખત બજેટ સાથે જોડાઈ,બજેટ પોથીમાં હસ્તકળાને અપાયું સ્થાન

આ પણ વાંચો: કચ્છની લોકનારીઓએ ગૃહ ઉદ્યોગ થકી પોતાની કલાના કામણ પાથરી વિશ્વ ફલક પર બનાવી આગવી ઓળખ

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ’નો ભવ્ય શુભારંભ