MANTAVYA Vishesh/ તળાવો-ચેકડેમ ઊંડા કરવાના કામમાં રૂ. 350 કરોડનું કૌભાંડ કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે વર્તમાન શાસનની એવી કોઈ યોજના નથી જે ભ્રષ્ટાચારથી ખદબદતી ન હોય. રાજ્ય સરકારની સુજલામ-સુફલામથી લઈને જળસંચય અભિયાન હોય કે નલ સે જલ અભિયાન હોય જાણે દરેક યોજના એટલે ભ્રષ્ટાચાર કરવાનો નવો જ માર્ગ હોય તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

Mantavya Vishesh

શાસક પક્ષ કોઈ યોજના લાવે તે પહેલાં જ તેમાં કૌભાંડ કરવાના અનેક દરવાજા ખોલી કાઢે છે તેવો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે વર્તમાન શાસનની એવી કોઈ યોજના નથી જે ભ્રષ્ટાચારથી ખદબદતી ન હોય. રાજ્ય સરકારની સુજલામ-સુફલામથી લઈને જળસંચય અભિયાન હોય કે નલ સે જલ અભિયાન હોય જાણે દરેક યોજના એટલે ભ્રષ્ટાચાર કરવાનો નવો જ માર્ગ હોય તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે નલ સે જલ યોજનામાં થયેલા કૌભાંડના કારણે અમે જ મચાવેલા ઉહાપોહના કારણે  સર્જાયેલા દબાણથી શાસક પક્ષે તેમની પાસે જંગી બહુમતી હોવા છતાં ઇમેજ ખરડાય નહીં તે માટે મંત્રીને દરવાજો બતાવી દેવો પડ્યો હતો, પરંતુ હવે વિપક્ષના દબાણથી આવું કર્યું નથી તે બતાવવા માટે જાણે મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે તેમ આખુ મંત્રીમંડળ બદલી કાઢ્યુ હતુ. આ ફેરફાર પણ વાસ્તવમાં બગડેલી છાપવાળા મંત્રીઓને દૂર કરવાની જ કવાયત હતી, બીજા શબ્દોમાં કહીએ તો શાસક પક્ષ તેનાથી પીછો છોડાવવા માંગતું હતું.

અમારી ક્યાં વાત કરો છો શાસક પક્ષના જ સાંસદ મનસુખ વસાવા કહી ચૂક્યા છે કે ગાંધીનગરમાં બેઠેલા બધા ખાય છે. તેમા પણ સિંચાઈ વિભાગ તો ભ્રષ્ટાચારથી ખદબદે છે, અહીં તો કૃષિ અને સિંચાઈ વિભાગમાં કોણ ભ્રષ્ટાચાર કરતું નથી તે મોટો સવાલ છે. હવે આમા તો અમારે પણ બોલવાની જરૂરિયાત ક્યાં રહી. ગુજરાતમાં નલ સે જલના કામોમાં સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે તે હકીકત છે, પરંતુ આ યોજના કેટલાય સ્થળોએ વાસ્તવિકતાની જમીન પર ઉતરી જ નથી. કેટલાય સ્થળોએ ફક્ત દેખીતા કામો થયા છે, બાકી બધે મીંડું છે. બધે જ રૂપિયા ખવાયા છે, કૌભાંડીઓએ ગરીબોને ત્યાં શૌચાલય બનાવવાના બદલે કે પાણીનું જોડાણ આપવાના બદલે પૌતાના ઘરમાં આ કૌભાંડના રૂપિયા ભર્યા છે.

મનીશ દોશીએ ઉમેર્યુ હતું કે સરકારની પ્રજાવત્સલતાની નીતિ ખાળે ડૂચા અને દરવાજા માટે મોકળા જેવી છે. પ્રજા માટે રૂપિયા ખર્ચવાના આવે ત્યારે તંત્ર ખાળે ડૂચા દેવા જાય છે, પરંતુ કૌભાંડીઓ માટે જાણે તંત્રના દરવાજા મોકળા હોય તેમ તે ઘણુ બધુ ઉસેટી જાય છે. અહીં તંત્રનું કશું ચાલતું નથી. કૌભાંડીઓ બેફામ ભ્રષ્ટાચાર આચરે છે. બસ પછી શાસન એકાદ બલિના બકરાને વધેરી દે છે એટલે તેને લાગે છે કે તેણે ભ્રષ્ટાચાર સામે પગલાં ભરી લીધા, પરંતુ ભ્રષ્ટાચાર અવિરત ચાલતો રહે છે.

પાણી વિતરણને લઈને તંત્રએ કેટલીય યોજનાઓ ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ-સુફલામ અને છેલ્લે નલ સે જલ યોજના કરી. આ બધી યોજનાઓ ભ્રષ્ટાચારથી ખદબદી ઉઠી છે. તેમનો દાવો હતો કે શાસનને પોતાને વિશ્વાસ નથી કે આમાની કોઈ યોજનાને પૂરેપૂરી તો જવા દો, પરંતુ 50 ટકા પણ સફળતા મળી હોય. આ દરેક યોજના કૌભાંડીઓ માટે નાણા ઉસેટવાનું માધ્યમ બની ગઈ છે.

તેમણે જણાવ્યું હતું કે સરકારે જણાવ્યું હતું કે તળાવો અને ચેકડેમ ઊંડા કરવામાં આવતા તેમાંથી નીકળતો ફળદ્રુપ કાંપ એક રૂપિયો પણ લીધા વગર ખેડૂતોને આપવામાં આવશે. સરકારની આ જાહેરાતથી ખેડૂત તો ચોક્કસ ખુશ થઈ ગયો હતો, પરંતુ અહીં વાસ્તવિકતા સાવ જુદી જ નીકળી છે. તેનું ઉદાહરણ સમજવું હોય તો એક જ વાતથી સમજીએ, એકલા દાહોદ જિલ્લામાં જ આ યોજના માટે તંત્રએ કરોડો રૂપિયાની ફાળવણી ખરી. તેમા મશીનોની મદદથી કામ કરવામાં આવ્યુ. આમાં નીકળેલી ફળદ્રુપ માટી ટ્રેક્ટર દીઠ 300થી 800 રૂપિયાના ભાવે વેચવામાં આવી છે. આ તો સીધું વેચાણ જ થયું, આમા ખેડૂતોને મફત આપવાના દાવા કરવામાં આવ્યા હતાં તેવું કશું જ કરવામાં આવ્યું નથી.

સરકારનો દાવો છે કે તેણે રૂપિયા લીધા નથી, પરંતુ ખેડૂતો પાસેથી કૌભાંડીઓએ તો ટ્રેક્ટર દીઠ રૂપિયા લીધી છે. શું આ બધું તંત્રને ખબર નથી, તંત્રના નાક નીચે જ આ બધું થઈ રહ્યું છે. આ બધું વર્ષોથી ચાલી રહ્યું છે ત્યારે તંત્ર શું કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે. તંત્રને આ રીતે ચાલતા બેફામ ભ્રષ્ટાચારની ખબર નથી, સ્પષ્ટ રીતે જણાવીએ તો આ ટ્રેક્ટર દીઠ રૂપિયા ગણીએ તો પણ કમસેકમ લગભગ 350 કરોડ રૂપિયાનો આ ભ્રષ્ટાચાર થયો છે. કૌભાંડીઓ તંત્રના નાક નીચેથી આટલી રકમ ઉસેટી ગયા છે, આની જવાબદારી કોની છે. આના માટે તંત્ર કોની સામે પગલાં લેશે. તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે પણ મોટો સવાલ છે.

આશ્ચર્યની વાત એ છે કે પાણી વિતરણની આટલી બધી યોજનાઓ પછી પણ સરકાર રાજ્યના 10 હજારથી પણ વધુ ગામોને પીવાનું ચોખ્ખુ પાણી પૂરુ પાડી શકી નથી. આમ રાજ્યના 50 ટકાથી પણ વધારે ગામે પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારે છે ત્યારે સરકાર તેની ફક્ત કાગળ પરની યોજનાઓનો દમ ભરે છે. તેની વાહવાહી લૂંટે છે અને જાણે રૂડુરૂપાળું ગુજરાત રચી દીધું હોય તેવા દાવા કરે છે. આ પ્રચારની પાછળની વાસ્તવિકતા ઘણી બિહામણી છે. તેથી જ તો તંત્ર તેના પ્રચારના વાજા એટલા જોરથી વગાડે છે બીજા કોઈનો અવાજ પણ ન સંભળાય અને તેના કૌભાંડો પર ચાદર લપેટાયેલી રહે. તેના અંગેનો કોઈપણ અવાજ બહાર ન સંભળાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા