Rajkot News:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમેસ્ટર-5ના 2200થી વધુ વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે. ગત 12 નવેમ્બરે યોજાયેલું “Programming in Python” વિષયનું થિયરી પેપર સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવ્યું છે. આ પેપર જામનગરની એચ.જે. દોશી કોલેજની આંતરિક (Internal) પરીક્ષાનું હતું, જે ભૂલથી યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં મૂકી દેવામાં આવ્યું હતું.
અધ્યાપકની ભૂલના લીધે BCA સેમ-5નું પેપર રદ્દ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર સેટરે અથવા પરીક્ષા વિભાગે ગંભીર બેદરકારી દાખવી છે. જામનગરની એચ.જે. દોશી કોલેજે તેના BCA વિદ્યાર્થીઓ માટે આ વર્ષે આંતરિક પરીક્ષામાં “Programming in Python”નું જે પેપર લીધું હતું, એ જ પેપર શબ્દશ સરખું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં 12 નવેમ્બરે આપવામાં દેવામાં આવ્યું.આ બાબતની જાણ વિદ્યાર્થીઓ અને કેટલાક પ્રોફેસર્સને થતાં તુરત જ ફરિયાદો ઉઠી હતી. વિદ્યાર્થીઓએ પુરાવા સાથે બંને પેપરની સરખામણી કરી બતાવી, જેમાં પ્રશ્નોનો ક્રમ, વાક્યો અને ફોર્મેટ પણ એકસરખું હોવાનું સાબિત થયું.
પ્રોગ્રામિંગ ઇન પાયથનનું પેપર ફરી વાર આપવું પડશે
આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPના કાર્યકરોએ વાઇસ-ચાન્સેલરને આવેદનપત્ર આપી તાત્કાલિક પેપર રદ્દ કરવાની માગણી કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આવી ગંભીર ભૂલથી તેમનું શૈક્ષણિક વર્ષ બગાડવાનો પ્રયાસ થયો છે.ફરિયાદો અને પુરાવાની તપાસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોડી રાત્રે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને 12 નવેમ્બરના પેપરને રદ્દ જાહેર કર્યું છે. આગામી 22 નવેમ્બરે રી-એક્ઝામ લેવામાં આવશે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FRC કાર્યાલય શરૂ કરવાની માંગ, પૂર્વ સિન્ડિકેટ સભ્યએ VCને લખ્યો પત્ર
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવા વર્ષથી ફીમાં કર્યો વધારો, અઢી લાખથી વધુ વિદ્યાર્થીઓને બોજ પડશે
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં,અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આરોપ
