Ahmedabad News: અમદાવાદ શહેરમાં ફરી એકવાર પોલીસ અધિકારી પર છેડતી કર્યાની શરમજનક ઘટના બની છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) બરકત અલી ચાવડા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 19 વર્ષની એક યુવતીએ પોલીસ અધિકારી પર લિફ્ટમાં યુવતીએ ખભે હાથ મૂકી અડપલાં કર્યાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે પોલીસ સ્ટેશનમાં હોબાળો મચી ગયો છે.
ચાવડાએ એપાર્ટમેન્ટમાં યુવતીના ખભે હાથ મૂકી કર્યા અડપલા
અહેવાલો અનુસાર, આ ઘટના એક બિલ્ડિંગની લિફ્ટમાં બની હતી. 19 વર્ષીય પીડિતાનો આરોપ છે કે લિફ્ટ બંધ થતાં જ PI બરકત અલી ચાવડાએ તેના એકાંતનો લાભ લીધો હતો. અને તેણે તેના ખભા પર હાથ મૂક્યો અને તેને સ્પર્શ કર્યો.
19 વર્ષીય યુવતીએ શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ મૂક્યો
આ દરમિયાન, લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી ગઈ હતી, જ્યાં અન્ય લોકો પ્રવેશતા PI બરકત ચાવડા ત્યાંથી નીકળી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી છોકરી ગભરાઈ ગઈ હતી. જોકે, હિંમત ભેગી કરીને, તેણે તાત્કાલિક 181 હેલ્પલાઈન પર ફોન કરીને મદદ માંગી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વેજલપુર પોલીસે છોકરીની ફરિયાદના આધારે PI બરકત અલી ચાવડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે.
બરકત અલી ચાવડા હાલમાં ગાંધીનગર કંટ્રોલ રૂમમાં કાર્યરત છે. અગાઉ તેઓ અમદાવાદ ACB અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. પહેલા પણ PI ચાવડા આ પ્રકારના વિવાદમાં આવી ચૂક્યા છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ કમિશ્નરે 1543 પોલીસ કર્મચારીઓની કરી બદલી
આ પણ વાંચો:અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી
