Dharma & Bhakti/ 23 નવેમ્બરે રાહુ અને કેતુ પોતાની ચાલ બદલશે! કુંભ સહિત આ 3 રાશિઓ થશે લાભાન્વિત…

23 નવેમ્બરે 2025, આજે રવિવારના રોજ રાહુ અને કેતુ, બંને ગ્રહો પોતાની ચાલ બદલવા જઇ રહ્યાં છે. ચાલો જાણીએ, રાહુ-કેતુની બદલાતી ચાલથી કઇ રાશિઓને લાભ…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: 23 નવેમ્બર 2025, આજે રવિવારના રોજ રાહુ અને કેતુ, બંને ગ્રહો પોતાની ચાલ બદલવા જઇ રહ્યાં છે. આ બંને ગ્રહોના નક્ષત્ર ગોચરના કારણે કેટલીક રાશિઓને અત્યંત લાભદાયક પરિણામો પ્રાપ્ત થઇ શકે છે.

રાહુ-કેતુ (Rahu-Ketu) બંને ગ્રહોને માયાવી ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ (Planet) હંમેશાં ઉલટી દિશામાં ગોચર કરે છે. રાહુ ગ્રહ આ સમયે શનિ (Shani)ની પ્રિય કુંભ રાશિમાં વિરાજમાન છે. કેતુ ગ્રહ આ સમયે સિંહ રાશિમાં ગોચર કરી કરી રહ્યાં છે. આ બંને ગ્રહ પોતાની ચાલ બદલશે અને એનો પ્રભાવ રાશિચક્રની તમામ 12 રાશિો પર પડશે.

હિન્દુ પંચાંગ અનુસાર, આજે 23 નવેમ્બરે (23 November) રવિવારના રોજ રાહુ અને કેતુ બંને ગ્રહો પોતાની ચાલ બદલવા જઇ રહ્યાં છે. આ બંને ગ્રહોના નક્ષત્ર ગોચર (Nakshatra Transit)ના કારણે કેટલીક રાશિઓને અત્યંત લાભદાયક પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. કેતુનું ગોચર પૂર્વાફાલ્ગુની નક્ષત્રના દ્વિતિય પદમાં સવારે 9 વાગીને 29 મિનિટે થશે. જ્યારે રાહુનું ગોચર શતભિષા નક્ષત્રમાં આજે આ જ સમયે, સવારે 9 વાગીને 29 મિનિટે થશે. તો ચાલો જાણીએ, રાહુ-કેતુની બદલાતી ચાલથી કઇ-કઇ રાશિઓને લાભ મળશે…

કુંભ રાશિ

કુંભ રાશિ (Kumbh Rashi)ના જાતકો માટે રાહુ-કેતુની બદલાતી ચાલ અત્યંત લાભદાયી સિદ્ધ થશે. તમને સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો નહિં પડે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઇ રહેશે. નોકરી-ધંધામાં સ્થિતિ બહેતર રહેશે.

મિથુન રાશિ

રાહુ-કેતુની ચાલ બદલાવાથી મિથુન રાશિ (Mithun Rashi)ના જાતકોને હકારાત્મક પરિણામોની પ્રાપ્તિ થઇ શકે છે. અટકેલા કામ પુન: થશે. સમાજમાં પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. આ દરમિયાન, તમારો આત્મવિશ્વાસ ચરમ સીમાએ રહેશે અને તમે પૂર્ણ સામર્થ્યથી કાર્ય કરશો. નવી તકોને હાથમાંથી જવા ન દેશો કારણ કે, એ જ તમારી વેતન વૃદ્ધિનું કારણ બની શકે છે. હૅલ્ધી રહો અને ભરપૂર માત્રામાં પાણી પીતા રહો.

કર્ક રાશિ

કર્ક રાશિ (Kark Rashi)ના જાતકો માટે રાહુ-કેતુનું નક્ષત્ર ગોચર ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે. આ દરમિયાન, તમે જમીન, મકાન કે વાહનની ખરીદી કરી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ગૃહ કલેશ દૂર થશે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ ઉપરાંત, જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગંગા દશેરાએ શુભ યોગોનો સંયોગ, મંત્રો જાપ કરવાથી મળશે સકારાત્મક પરિણામ

આ પણ વાંચો: નવરાત્રીમાં માં અંબેના 9 સ્વરૂપો અને તેમની મહિમાને જાણો

આ પણ વાંચો: તાંબાની વીંટી પહેરતા જ થાય છે સૂર્યદેવની કૃપા, જાણો કેવી રીતે પહેરશો