Sports News: હરિયાણાના રોહતકમાં મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન 16 વર્ષીય નેશનલ લેવલના બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠી પર લોખંડનો બાસ્કેટબોલનો પોલ પડી જતાં તેનું મોત થયું હતું.
આખી ઘટના કઈ રીતે બની
સૂત્રો અનુસાર આ ઘટના સ્થાનિક બાસ્કેટબોલના મેદાનમાં બની હતી, જ્યારે એકલા પ્રેક્ટિસ કરતા હાર્દિકે બાસ્કેટબોલના ગોલ બાસ્કેટ પર લટકવાનો પ્રયાસ કર્યો હતો. CCTV ફૂટેજમાં લોખંડનો પોલ દેખાય છે, જે અસ્થિર લાગતો હતો, આ પોલ હાર્દિકની છાતી પર પડી રહ્યો હતો. આ થાંભલા પર હાર્દિક થોડી વાર લટક્યો હતો અને અચાનક પોલ પડતાં મોત થયું હતું.
બાસ્કેટબોલનો પોલ પડતાં જ મોત
આ ઘટના બનતાની સાથે આજુબાજુમાં પ્રેક્ટિસ કરતાં ખેલાડીઓ તેની મદદ માટે દોડ્યા હતા. આ ખેલાડીઓએ બાસ્કેટબોલનો પોલ ઊંચકી અને મદદ કરી હતી, પરંતુ હાર્દિક ઉપર પડેલ પોલના કારણે હાર્દિકને ખૂબ વધારે ઇજાને કારણે ત્યાંજ દમ તોડી દીધો હતો.
એસોસિએશને જાહેર કર્યું કે કાર્યક્રમો ત્રણ દિવસ સુધી સ્થગિત
આ દુર્ઘટનાના જવાબમાં હરિયાણા ઓલિમ્પિક એસોસિએશને જાહેરાત કરી હતી કે રાજ્યના તમામ રમતગમત ઉત્સવો અને કાર્યક્રમોને સન્માનના રૂપમાં આગામી ત્રણ દિવસ માટે સ્થગિત કરવામાં આવશે. સત્તાવાળાઓએ રમતના મેદાનમાં સાધનોની સ્થિતિ અને સલામતીના પગલાં સહિત પતનની આસપાસના સંજોગોની તપાસ શરૂ કરી છે.
હાર્દિક સિવાય બીજા ખેલાડીની પણ આવી રીતે મોત
હાર્દિકના દુઃખદ મૃત્યુના બે દિવસ પહેલા બહાદુરગઢના હોશિયાર સિંહ સ્ટેડિયમમાં 15 વર્ષીય અમનનો જીવલેણ અકસ્માત થયો હતો. તે બપોરે 3.30 વાગ્યાની આસપાસ પ્રેક્ટિસ માટે પહોંચ્યો અને બાસ્કેટબોલના થાંભલાની અડફેટમાં આવ્યો હતો. અમનને સારવાર માટે PGI રોહતક લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ પણ વાંચો:કોંગોમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જવાથી ફૂટબોલ ખેલાડીઓ સહિત 25 લોકોના મોત
આ પણ વાંચો:પેરુમાં ફૂટબોલ મેચમાં વીજળી ત્રાટકતા ખેલાડીનું મોત
આ પણ વાંચો:બેડમિન્ટન ખેલાડીનું 17 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન, જુઓ મોતનો વીડિયો
