Jamnagar News/ જામનગરમાં ગર્ભવતી મહિલાને ડાકણ કહી સાસરિયાઓએ માર્યો માર

એક ગર્ભવતી મહિલાએ સાસરિયાઓએ તેને “ડાકણ” કહી, માર માર્યો અને ત્યાર બાદ ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ઘટના ગોકુલ નગર નજીક મયુર નગર ગલી નંબર 2 માં બની હતી.

Top Stories Gujarat Breaking News
ડાકણ કહી જામનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ

Jamnagar News: જામનગરમાં એક ગર્ભવતી મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં સાસરિયાઓએ તેને “ડાકણ” કહી, માર માર્યો અને ત્યાર બાદ ઘરમાંથી કાઢી મૂકી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગોકુલ નગર નજીક મયુર નગર ગલી નંબર 2 માં બની હતી. જ્યાં સાસરિયાઓ ગર્ભવતી મહિલા પર ત્રાસ ગુજારી રહ્યા હતા.

જામનગરમાં ગર્ભવતી મહિલાને ડાકણ કહી સાસરિયાઓએ માર્યો માર

આ મામલે જામનગર (Jamnagar) સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પોલીસે મહિલાના પતિ, સસરા, સાસુ અને નણંદ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) 2033 ની કલમ 85, 115(2), 352 અને 54 હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી હાથ ધરી છે.પોલીસને મળેલીમાહિતી મુજબ, 32 વર્ષીય પીડિતાના લગ્ન નવ વર્ષ પહેલાં થયા હતા. તેને છ વર્ષની પુત્રી છે જે માનસિક રીતે અસ્વસ્થ છે અને હાલમાં તે મહિલા પોતે ગર્ભવતી છે.

મહિલાએ અનુસાર તેના સાસરિયાઓ તેને “ડાકણ” કહીને અને તું જાદુટોણાઓ કરે છે તેવું કહી ત્રાસ આપતા હતા. સતત હેરાનગતિને કારણે, દંપતી થોડા સમય માટે અલગ પણ થઈ ગયું હતું. પરંતુ મહિલાના દિયરના તાજેતરમાં જ લગ્ન હોવાથી, મહિલા લગ્નમાં હાજરી ન આપી શકે તે માટે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ તે બંને તેની માતાના ઘરે રહેવા જતાં રહ્યા હતા. જ્યારે મહિલા પોતાનો સામાન લેવા સાસરીએ પાછી આવી, ત્યારે બધા આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. અને ગર્ભવતી હોવા છતાં તેને ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો. જેના પછી આ પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરવામાં આવી હતી.

આ પહેલી ઘટના નથી જ્યાં કોઈ મહિલાને ડાકણ કહી આવો વ્યવહાર કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ આવી જ એક ઘટના ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં બની હતી. જેમાં એક મહિલા ડાકણ હોવાનું માનીને તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જ્યાં ઘરમાં સૂતેલી મહિલા પર ડાકણના વહેમમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. પરિવારના આરોપ મુજબ જૂના ઝઘડાની અદાવતમાં ગામના જ શખસ દ્વારા મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી ગામમાં 45 વર્ષીય ઉર્મિલા દિલીપભાઈ તબિયાર પરિવાર સાથે રહેતાં હતાં. મોડી રાતે જ્યારે તેઓ ઘરમાં સૂતા હતાં ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને ઇસમ ફરાર થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભિલોડામાં ડાકણનો વહેમ રાખીને મહિલાની ગોળી મારીને હત્યા, બે શકમંદ ઝડપાયા

આ પણ વાંચો:મહિલાઓ પર અત્યાચારનો વધુ એક કિસ્સો, ડાકણ કહી ભીડ સામે કપડાં ઉતાર્યા અને ઢોર માર માર્યો

આ પણ વાંચો:સુરત જિલ્લાની કીમ પાસેની દરગાહમાં માનસિક દર્દીઓ માટે મોતનો પૈગામ… ડાકણનો આરોપ મુકનાર મહિલાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા