Lifestyle/ શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!

શિયાળામાં પણ તમારા બગીચાને સુંદર રાખવા માગતા હો તો કેટલાંક ફૂલોના છોડ એમાં વાવી દો…ફ્લેટમાં રહેતા હો તો તમારી બાલ્કનીમાં કૂંડા રાખીને પણ રોપી શકો છો…

Trending Tips & Tricks Lifestyle

Lifestyle: શિયાળા (Winter)માં કેટલાય છોડ સુકાઇ જાય છે અને ઘરની બાલ્કની કે ગાર્ડનની સુંદરતા ઓછી થવા લાગે છે! આ સંજોગોમાં કેટલાક ફૂલો (Flower)થી સભર છોડવાં તમે તમારા બગીચામાં અથવા તો તમારા ઘરની બાલ્કનીમાં લગાવી શકો છો. ઠંડીની ઋતુમાં એ ઘણા જ મહોરી ઉઠે છે!

સામાન્ય રીતે, શિયાળામાં છોડ (Plant)નો વિકાસ રુંધાઇ જાય છે જો કે, કેટલાક છોડ એવા પણ હોય છે કે જે શિયાળામાં વધુ મહોરી ઉઠે છે! જેના ખીલવાથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. આ સંજોગોમાં જો તમે શિયાળામાં પણ તમારા બગીચા (Garden)ને સુંદર રાખવા માગતા હો તો કેટલાંક ફૂલોના છોડ એમાં વાવી દો. આ માટે તમે શિયાળુ સ્પેશ્યિલ છોડવાંને વાવી શકો છો અને જો તમે ફ્લેટમાં રહેતા હો તો તમારી બાલ્કની (Balcony)માં કૂંડા રાખીને પણ રોપી શકો છો. આ છોડની વિશેષ સંભાળ (Plant Care) લેવાની પણ જરુર પડતી નથી.

ગુલાબનો છોડ

ગુલાબના છોડ (Rose Plant)ને તમે કૂંડામાં અથવા તો તમારા આંગણાના ક્યારામાં વાવી શકો છો. એમની સુંદરતા અને સુગંધથી આખું ઘર મઘમઘી ઉઠશે! તમે આ છોડની અલગ-અલગ જાતો વાવી શકો છો. એ ઘણા રંગોમાં નર્સરીમાંથી મળી રહેશે. આ છોડમાં નિયમિત રીતે ખાતર નાખવાથી સરસ ફૂલ ખીલે છે.

ગલગોટાનો છોડ

તમે કૂંડામાં ગલગોટાના છોડ (Marigold Plant) પણ વાવી શકો છો. આ છોડને લોકો શિયાળામાં સૌથી વધુ વાવે છે અને એમાં પીળા, નારંગી અને ધેરા પીળા રંગના ગલગોટાથી ઘરનો માહોલ ખુશનુમા બની જાય છે. એને સૂર્યપ્રકાશ અને પાણી (Sunlight & Water)ની જરુર પડે છે. આ છોડને લગાવ્યા પછી એની સમયાંતરે કાંટ-છાંટ કરતા રહેવું જેથી ફૂલો ઝડપથી ઉગે છે.

ચમેલીનો છોડ

ચમેલી (Jasmine)ના સફેદ નાના અમથાં ફૂલો તથા એની મનભાવન સુગંધથી ઘરનો દરેક ખૂણો સુશોભિત થઇ ઉઠશે! આ છોડની ઘણી સંભાળ લેવાની આવશ્યકતા નહિં રહે, કેવળ હળવા તડકામાં અને થોડા પાણીથી પણ એ ઝડપભેર વૃદ્ધિ પામશે. તમે એને કૂંડામાં વાવીને બાલ્કનીને પણ સજાવી શકો છો.

પેટુનિયાનો છોડ

ગુલાબી, સફેદ, લાલ કે પછી જાંબલી એવા વિવિધરંગી પેટુનિયા ફૂલોના પ્લાન્ટ (Petunia Plant) ઠંડીમાં ઘણી ઝડપથી વધે છે. એને હૅંગિંગ પૉટ્સમાં લગાવવાથી તમારા ઘરનો ઝરોખો ઓર આકર્ષક બની જશે!

ડહેલિયાનો છોડ

ડહેલિયા (Dahlia) પોતાના મોટા અને ચમકદાર ફૂલો માટે જાણીતું છે. શિયાળાની ઋતુમાં આનો દેખાવ શાનદાર અને મોહક લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…

આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…

આ પણ વાંચો: 5 રુપિયામાં કુદરતી રીતે ચમકશે ચહેરો! અઠવાડિયામાં 3 થી 4 વાર લગાવો…આયુર્વેદિક ટિપ્સને અપનાવો!