Gandhinagar News/ ગુજરાતમાં ગ્રામ પંચાયતોને મળશે રેકોર્ડબ્રેક ₹741.90 કરોડની ગ્રાન્ટ, રાજય સરકારે કરી ફાળવણી

15મા કેન્દ્રીય નાણાપંચની ભલામણોને અનુરૂપ રાજ્ય સરકારે પંચાયતીરાજ સંસ્થાઓને બીજા હપ્તા હેઠળ કુલ ₹741.90 કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
₹741.90 કરોડની ગ્રાન્ટ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારોને વધુ સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.15મા કેન્દ્રીય નાણાપંચની ભલામણોને અનુરૂપ રાજ્ય સરકારે પંચાયતીરાજ સંસ્થાઓને બીજા હપ્તા હેઠળ કુલ ₹741.90 કરોડની વિશાળ ગ્રાન્ટ ફાળવી છે.પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “આ રકમથી રાજ્યના ગામડાંઓમાં આશરે 45,000થી વધુ નવા વિકાસ કાર્યો હાથ ધરાશે.

સરકાર ગ્રામીણ સંતુલિત વિકાસ માટે ₹741.90 કરોડ ગ્રાન્ટ ફાળવણી કરસે

ખાસ કરીને પીવાનું સ્વચ્છ પાણી, ગટર વ્યવસ્થા, ગામડાના આંતરિક સિમેમન્ટ રસ્તા, સોલાર સ્ટ્રીટ લાઇટ, આંગણવાડીનું આધુનિકીકરણ તેમજ સ્વચ્છતા સંબંધિત કામોને પ્રાધાન્ય અપાશે.”રાજ્ય સરકારે આ રકમને પંચાયતીરાજના ત્રણેય સ્તરો વચ્ચે નિયત રેશિયો પ્રમાણે વહેંચી છે.જેમા ગ્રામ પંચાયતોને 70% એટલેકે ₹519.33 કરોડ તાલુકા પંચાયતોને 20 % એટલેકે ₹148.38 કરોડ અને જિલ્લા પંચાયતોને 10% એટલેકે  ₹74.19 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, “ગ્રામપંચાયતોને (Gram Panchayats) સૌથી વધુ 70 ટકા હિસ્સો આપવાથી સીધો લાભ ગામડે ગામડે પહોંચશે. ગ્રામજનોની જરૂરિયાત મુજબ જ કામો થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.”મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આ અંગેના નિર્ણયને “ગ્રામ સ્વરાજની દિશામાં મહત્ત્વનું પગલું” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, “અમારું લક્ષ્ય છે કે ગામડાના લોકોને ઘર આગળ જ પીવાનું પાણી, સ્વચ્છ ગટર, પાકા રસ્તા અને સારી લાઇટની સુવિધા મળે.

આ ગ્રાન્ટથી ગુજરાતના દરેક ગામનું ચહેરો બદલાશે.”રાજ્ય સરકારે પંચાયતોને સ્પષ્ટ સૂચના આપી છે કે આ ભંડોળનો ઉપયોગ પારદર્શક રીતે અને નિર્ધારિત સમાં જ થાય તેનું કડક નિરીક્ષણ કરવામાં આવશે. દરેક કામની જીઓ-ટેગીંગ તેમજ ઓનલાઇન મોનિટરિંગ પણ ફરજિયાત કરાયું છે.આ પગલાથી ગુજરાતના 18,000થી વધુ ગ્રામપંચાયતોમાં નવો વિકાસનો દૌર શરૂ થવાની શક્યતા છે. ગ્રામજનોમાં પણ આ નિર્ણયને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી

આ પણ વાંચો:સહકારી સંસ્થાઓના આધુનિકીકરણના ઉદ્દેશ્યથી ગુજરાતમાં તમામ ગ્રામ પંચાયતોને PACSની સેવાઓથી આવરી લેવાનું આયોજન…

આ પણ વાંચો:રાજ્યની ગ્રામ પંચાયતોના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યોનું અદકેરુ અભિવાદન: મુખ્યમંત્રી અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ સરપંચોને પ્રમાણપત્રો અર્પણ કર્યા.