Gujarat News/ IPS અધિકારીઓની તાલીમ પુરી થતા વિવિધ ઠેકાણે પોસ્ટિંગ આપવામાં આવ્યું

રાજ્ય પોલીસ દળમાં રહેલા 9 IPS અધિકારીઓને અલગ અલગ ઠેકાણે પોસ્ટિંગ આપવામાં આવ્યું

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત કેડરના વર્ષ 2022 અને વર્ષ 2023ની બેચના IPS અધિકરીઓની ફેઝ-2ની તાલીમ સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકાદમી, હૈદરાબાદ ખાતે પુરી થતા રાજ્ય પોલીસ દળમાં રહેલા 9 IPS અધિકારીઓને અલગ અલગ ઠેકાણે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

જેમાં IPS અંકિતા મિશ્રાને મદદનીશ પોલીસ અધિક્ષક, અસલાલી વિભાગ અણદાવાદ ગ્રામ્ય ખાતે પોસ્ટિંગ આપવામાંઆવ્યું છે. IPS ઘનશ્યામ ગૌતમને મદદનીશ પોલીસ અધિક્ષક, ભાવનગર, સુરત ગ્રામ્યમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

 IPS અક્ષેષ મહેન્દ્રભાઈને મદદનીશ પોલીસ અધિક્ષક,માંડવી વિભાગ, સુરત ગ્રામ્ય ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. IPS હર્ષ શર્માને મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી વિભાગ, છોડા ઉદેપુર ખાતે પોસ્ટિંગ આપવામાંઆવ્યું છે. IPS ગૌતમ વિવેકાનંદનને મદદનીશ પોલીસ અધિક્ષક, મુંદ્રા વિભાગ, કચ્છ ખાતે પોસ્ટિંગ આપવામાંઆવ્યું છે.

IPS વેદિકા બિહાનીને મદદનીશ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર વિભાગ, સુરેન્દ્રનગર ખાતે પોસ્ટિંગ આપવામાંઆવ્યું છે. IPS નવીન ચક્રવર્તી રેપુડીને મદદનીશ અધિક્ષક, જસદણ વિભાગ, રાજકોટ ગ્રામ્ય ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

IPS વિકાસ યાદવને મદદનીશ પોલીસ અધિક્ષક, સંતરામપુર વિભાગ, મહીસાગર ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. IPS ડો.સંદિપ ટીને મદદનીશ પોલીસ અધિક્ષક, ધરમપુર વિભાગ, વલસાડમાંપોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

જ્યારે વી.બી.જાડેજા વિભાગીય પોલીસ અધિકારી, સુરેન્દ્રનગરને અન્ય હુકનો મ થાય ત્યાં સુધી નિમઁૂક માટે પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ CP મનોજ અગ્રવાલની આખરે કરાઇ બદલી

આ પણ વાંચો: PI-PSIની બદલીના પરિપત્ર અંગે DGPની જાણો શું કહ્યું…

આ પણ વાંચો: પહેલા CBI પછી DG ઓફિસમાં થયા તૈનાત, હવે બન્યા વડોદરાના નવા CP, જાણો કોણ છે નરસિમ્હા કોમર