World News : NATOના મહાસચિવ માર્ક રુટે બુધવારે કહ્યું હતું કે ભારત, ચીન અને બ્રાઝિલે યુક્રેન પર શાંતિ વાટાઘાટો માટે પુતિન પર દબાણ કરવું જોઈએ. રુટે કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિ હોય કે ભારતના વડાપ્રધાન કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ, તમારે સમજવું પડશે કે રશિયા સાથે વેપાર ચાલુ રાખવાથી ભારે નુકસાન થઈ શકે છે. હું આ ત્રણેય દેશના નેતાઓને અપીલ કરું છું કે તેઓ પુતિન સાથે ફોન પર વાત કરે અને તેમને શાંતિ વાટાઘાટો માટે કહે. રુટેએ ત્રણેય દેશો પર સેકન્ડરી પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે.
તેમણે કહ્યું હતું કે જો આ દેશો રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવાનું ચાલુ રાખશે તો આ દેશો પર 100% સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવશે.રશિયાના નાયબ વિદેશમંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટિમેટમ સ્વીકાર્ય નથી. રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રૂટ શોધશે.રશિયાના નાયબ વિદેશ મંત્રી સેર્ગેઈ રિયાબકોવે અમેરિકા અને નાટોની ધમકીઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયા ટ્રમ્પ સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ આવા અલ્ટીમેટમ સ્વીકાર્ય નથી.
રશિયા કહે છે કે આર્થિક દબાણ છતાં તે તેની નીતિઓ બદલશે નહીં અને વૈકલ્પિક બિઝનેસ રુટ શોધશે.નાટો સેક્રેટરી જનરલ તરફથી આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનને નવા હથિયારો પૂરા પાડવાની અને રશિયાના વેપાર ભાગીદારો પર ભારે ટેક્સ લાદવાની જાહેરાત કરી છે.અમેરિકા હવે યુક્રેનને પેટ્રિયટ મિસાઇલ જેવા આધુનિક હથિયારો આપવા જઈ રહ્યું છે જેથી તે રશિયન હુમલાઓથી પોતાનું રક્ષણ કરી શકે.ટ્રમ્પે સોમવારે રશિયા પર યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે દબાણ કરવા માટે ભારે ટેરિફ લાદવાની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે હું ઘણી બાબતો માટે વેપારનો ઉપયોગ કરું છું, પરંતુ એ યુદ્ધ બંધ કરવા માટે ખૂબ જ સારું છે.
ટ્રમ્પે કહ્યું હતું કે જો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 50 દિવસની અંદર યુક્રેન સાથે શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો એના પર 100% ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે આ ‘સેકન્ડરી ટેરિફ’ હશે, જેનો અર્થ એ છે કે રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો, જેમ કે ભારત અને ચીન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.સેકન્ડરી પ્રતિબંધની ભારત પર શું અસર પડશે?ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલનો મોટો ખરીદદાર છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદીને એની ઊર્જા જરૂરિયાતો પૂરી કરી છે. જો સેકન્ડરી પ્રતિબંધો લાદવામાં આવે તો એની ભારત પર પ્રતિકૂળ અસર પડી શકે છે.
ઓઈલ પુરવઠામાં વિક્ષેપ: ભારત તેની કુલ ઓઈલ આયાતનો મોટો ભાગ રશિયા પાસેથી ખરીદે છે. પ્રતિબંધોને કારણે રશિયન ઓઈલનો પુરવઠો બંધ થઈ શકે છે. આનાથી ભારતને વૈકલ્પિક સ્ત્રોતો (જેમ કે સાઉદી અરેબિયા, ઇરાક)માંથી મોંઘું ઓઈલ ખરીદવાની ફરજ પડી શકે છે, જેનાથી ઓઈલના ભાવમાં વધારો થશે.આર્થિક નુકસાન : જો ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરે છે તો ઇંધણના ભાવ વધી શકે છે, જેની અસર સામાન્ય જનતા પર પડશે. જો ભારત રશિયા સાથે વેપાર કરવાનું ચાલુ રાખે છે તો અમેરિકા ભારતીય કંપનીઓ અથવા બેંકો પર પ્રતિબંધો લાદી શકે છે, જેનાથી ભારતની નિકાસ અને નાણાકીય વ્યવહારો પર અસર પડશે.
ઊર્જા સંકટ: જો રશિયાથી ઓઈલની આયાત બંધ થાય તો ભારતની ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે. વૈશ્વિક ઓઈલ બજાર પહેલેથી જ અસ્થિર છે અને નવા પ્રતિબંધો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. ઓઈલની અછત ટાળવા માટે ભારતને ઈમર્જન્સીની યોજનાઓ બનાવવી પડી શકે છે.આંતરરાષ્ટ્રીય દબાણ: ભારતને અમેરિકા અને નાટો તરફથી દબાણનો સામનો કરવો પડી શકે છે, જે તેની વિદેશનીતિને અસર કરશે. ભારતને રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે બેલેન્સ જાળવવામાં મુશ્કેલી પડી શકે છે.
ચીન રશિયાનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને રશિયન ઓઈલનો મુખ્ય ખરીદદાર છે. સેકન્ડરી પ્રતિબંધોથી ચીનના અર્થતંત્રને અસર થઈ શકે છે, પરંતુ એની વૈશ્વિક આર્થિક શક્તિ તેને થોડું રક્ષણ પૂરું પાડી શકે છે.બ્રાઝિલ રશિયા પાસેથી ઓઈલ અને અન્ય ચીજવસ્તુઓ પણ ખરીદે છે. પ્રતિબંધો તેના અર્થતંત્રને, ખાસ કરીને કૃષિ અને ઊર્જાક્ષેત્રોને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો:UNSCમાં ઈમરજન્સી બેઠક, ઈરાન પર હુમલા બાદ રશિયા, ચીન અને પાકિસ્તાને મૂક્યો આ પ્રસ્તાવ
આ પણ વાંચો:અમેરિકાની કાર્યવાહી બાદ ઈરાને ઈઝરાયેલ પર કર્યો મિસાઈલ એટેક
આ પણ વાંચો:ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું! ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યો
