MANTAVYA Vishesh/ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાયઃ અલ્પેશ ઠાકોર

તાજેતરમાં બનાવટી દૂધ અને બનાવટી પનીર મળી આવવાના સંખ્યાબંધ કિસ્સા નોંધાયા છે, પરંતુ હવે દૂધસાગર ડેરીની ચૂંટણી પણ બનાવટી દૂધની જેમ બનાવટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાય થયો હોવાનું રણશિંગુ ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે ફૂંક્યું છે.

Mantavya Vishesh
દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાય

તાજેતરમાં બનાવટી દૂધ અને બનાવટી પનીર મળી આવવાના સંખ્યાબંધ કિસ્સા નોંધાયા છે, પરંતુ હવે દૂધસાગર ડેરીની ચૂંટણી પણ બનાવટી દૂધની જેમ બનાવટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાય થયો હોવાનું રણશિંગુ ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે ફૂંક્યું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે કે પશુપાલનનો વ્યવસાય જે લોકોને છે તે જ લોકોને જાણે ચૂંટણી પ્રક્રિયાથી સાવ અળગા કરી દેવાયા છે. હવે જે લોકો દૂધસાગર ડેરીના આધાર છે તેમના જ અધિકારોનો જાણે ભોગ લેવામાં આવ્યો છે. આજે ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને જાણે ચૂંટી ખવાયો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અન્યાયની આ પરંપરા નહીં ચાલે.

દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાયઃ

અલ્પેશ ઠાકોરે ચેતવણી આપી છે કે આ રીતે ઠાકોર સમાજને છેવાડે ધકેલવા સામે તેઓ ચોક્કસ રણશિંગ ફૂંકશે. આગામી સમયમાં આ રીતે યોજનારી ચૂંટણીમાં સમાજને થનારા કોઈપણ અન્યાય સામે મેદાનમાં ઉતરીશ તેમ પણ તેમણે જણાવ્યું હતું. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજનું કોઈપણ પ્રકારનું પ્રતિનિધિત્વ ન રહેતા અલ્પેશ ઠાકોર લાલઘૂમ થઈ ગયા છે. આના પગલે આગામી દિવસોમાં રાજ્યમાં હવે ફક્ત મોટા શહેરોમાં જ થતાં ઠાકોર સમાજના સંમેલનો નાના-નાના શહેરોમાં પણ થવા લાગશે તેવું મનાય છે. તેમને લાગી રહ્યું છે કે દૂધસાગર ડેરીની ચૂંટણી તો એક ઉદાહરણ છે, જો રાજકીય જાગૃતિ નહીં કેળવાય તો આગામી દિવસોમાં રાજ્યની લગભગ અડધી વસ્તી ધરાવતા સમાજની સ્થિતિ પણ આ પ્રકારના પ્રતિનિધિત્વ વગરની જ થઈ જશે.

આ અન્યાયબોધના કારણે તેમણે ઠાકોર સેનાને સાબદી કરવા લાગી છે. ઠાકોર સેનાના ખાંડા ખખડાવવા માંડ્યા છે. એક સમયે પરપ્રાંતીયો સામે આંદોલન કરીને ગુજરાતીઓને ન્યાય અપાવનારા અલ્પેશ ઠાકોર હવે પોતાના જ સમાજને ન્યાય અપાવવા મેદાને પડ્યા છે. આ માટે અલ્પેશ ઠાકોરે બીજા ઠાકોર આગેવાનોને પણ સાધવા માંડ્યા છે. એક સામાજિક એકતા મંચ ઊભો કરવા માંડ્યો છે. ઠાકોર સમાજના દરેક વિભાગને સક્રિય કરવા માંડ્યો છે. ઠાકોર સમાજના અનેક વિભાગોને જોડવા માંડ્યા છે.

ફક્ત અલ્પેશ ઠાકોર જ નહી અન્ય ઠાકોર આગેવાન બળદેવજી ઠાકોરે પણ દૂધસાગર ડેરીની ચૂટણીને લઈને ચકચારભર્યા આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી જીતવા માટે સહકારી મંડળીઓના પ્રમુખો અને મંત્રીઓને લાંચ આપવામાં આવી છે. તેમને મતોને રૂપિયાથી ખરીદવામાં આવ્યા છે. આ લાંચ લાખોમાં જાય છે. બળદેવજી ઠાકોર જેવા જાણીતા આગેવાનના આક્ષેપોના કારણે સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે. આના કારણે આગામી દિવસોમાં ફરીથી સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાગરમ થાય તો આશ્ચર્ય નહીં થાય.

અલ્પેશ ઠાકોર પહેલાં ભાજપના જ ભૂતપૂર્વ નેતા કેસરીસિંહે દાવો કર્યો હતો કે સહકારી ક્ષેત્રના રાજકારણમાંથી ક્ષત્રિયોનો એકડો કાઢવા પ્રયત્ન થઈ રહ્યા છે. હું બેઠો છું ત્યાં સુધી આવું કશું નહીં થવા દઉ. આના કારણે તેમણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં સ્વતંત્ર રીતે ઝુકાવ્યુ હતુ, પરંતુ તેમને અપેક્ષિત સફળતા મળી હતી. આમ છતાં તે ઘણા બધા ક્ષત્રિયોનું ધ્યાન તેમના તરફ ખેંચવામાં સફળ થયા હતા. આમ રાજકારણ હવે પક્ષના બદલે વધુને વધુ સમાજલક્ષી થતું જાય છે. દરેક આગેવાન જાણે પોતાના સમાજને ન્યાય અપાવવા નીકળી પડ્યો છે.

દૂધસાગર ડેરીનો વિવાદો સાથે નાતો કંઈ નવો નથી, ઘણો જૂનો છે. હાલના ચેરમેન અશોક ચૌધરીએ એક સમયે લાફો ઝીંકી દેતા લાફાકાંડનો વિવાદ પણ લાંબો ચાલ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આમ છતાં તે ચૂંટાઈ પણ આવ્યા હતા. આમ મતોને અંકે કરવાની આવડત અને રાજકીય પક્ષો સાથેના જોડાણની ફાવટ આ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

અલ્પેશ ઠાકોરે દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતો કે કલોલ વિસ્તારમાંથી જ તેમને ઢગલાબંધ ફરિયાદો મળી છે. ડેરીમાં ચાલતી  મંડળીઓના વહીવટદારો જુદા-જુદા હોય છે અને મતાધિકાર બીજા પાસે હોય છે. તેમણે આ અન્યાય સામે સમાજને સાબદો થવા હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે ઠાકોર સમાજે આ અન્યાય સહન ન કરવો જોઈએ. અન્યાયની સામે હંમેશા વિરોધ કરવો પડે, ક્યાં સુધી દબાયેલા અને કચડાયેલા રહેશો. વિરોધ નહીં કરો તો વજૂદ પણ નહીં રહે.

તેમણે જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્ર અત્યંત વિશાળ છે તો ઠાકોર સમાજ પણ સહકારી ક્ષેત્ર જેવો જ વિશાળ છે. ઠાકોર સમાજની આટલી બધી વસ્તી હોવા છતાં પણ તેને મહત્વ મળી રહ્યું નથી. ઉપરથી તે વધુને વધુ પ્રમાણમાં હાંસિયે ધકેલાતો જાય છે. સમાજની સ્થિતિ વધુને વધુ વરવી થતી જાય છે. સમાજ પ્રતિનિધિત્વની રીતે પણ પાછળ પડતો જાય છે. અમારે શું હવે રાજકીય પ્રતિનિધિત્વ મેળવવા માટે આંદોલન કરવું પડશે. સહકારી ક્ષેત્રમાં ઠાકોર સમાજને તેમની વસ્તી મુજબ અને પશુપાલકોમાં પણ સૌથી વધુ વસ્તી ધરાવે છે તેને ધ્યાનમાં રાખતા તેને સહકારી ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળવું જ જોઈએ.

બળદેવજીએ દૂધસાગર ડેરીની ચૂટણી પ્રક્રિયાને લોકશાહીના હનન સમાન ગણાવી હતી અને જણાવ્યું હતું કે ઠાકોર સમાજની વસ્તી 50 ટકા કરતાં વધુ હોવા છતાં અને ડેરીમાં તેમને આગેવાન બનતા રોકવામાં આવે છે. સરકાર અને રાજકીય પક્ષો ઠરાવ કરીને ઠાકોર સમાજને ડેરી સેક્ટરથી દૂર રાખી રહ્યા છે. આ ઉપરાંત ઉમેદવારો ઊભા થાય તો તેમના પર કોઈને કોઈ રીતે દબાણ લાવીને તેમને ફોર્મ ભરતાં રોકવામાં આવે છે. ઘણાને તો છેલ્લી ઘડીએ સહી કરતાં રોકવામાં આવ્યા છે.

તેમણે ડેરીના વર્તમાન સંચાલકો પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સંચાલકોએ સમાજના યુવાનોની નોકરીની તકો છીનવી લીધી છે. ડેરીના બોર્ડમાં ઠાકોર સમાજનો ડિરેક્ટર હશે તો જ સમાજના દીકરા અને દીકરીઓને ડેરીમાં રોજગારી મળી શકશે. આ બધાનો જવાબ એક જ છે અને તે છે ઠાકોર સમાજ સહકારી ક્ષેત્રમાં કાઠુ કાઢે, ડેરી સેક્ટરના બોર્ડમાં ડિરેક્ટર બને, તે પહેલા તો કમસેકમ પોતાની મંડળીઓ બનાવે. પોતાની મંડળીઓ હશે તો ડિરેક્ટર પોતાનો આવશે. પણ પોતાની મંડળીઓ જ નહીં હોય તો ડિરેક્ટર પોતાનો ક્યાંથી આવશે. તેથી હવે ગામે-ગામ ઠાકોરે સમાજે પોતાની મતદાર મંડળીઓ બનાવવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: DGP  વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો