MANTAVYA Vishesh/ મફતની રેવડીએ કરી સરકારોને બનાવી દીધી દાણા-દાણા માટે મોહતાજ

મફતની રેવડી ને લઈ ને પક્ષો ચૂંટણી સમયે કેવા મિનારા રચી કાઢે છે તેવી આ વાત હતી. હવે બિહારના એક કરોડ કુટુંબોની માસિક આવક છ હજાર રૂપિયાથી પણ ઓછી છે ત્યારે 1.2 કરોડ મહિલાઓના ખાતામાં આવેલા 10,000 રૂપિયાએ તેમના માટે જાણે એક જાદુઈ ટ્રિકનું કામ કર્યુ હતું. તેના લીધે મતદારોને ચાલો વર્ષ નીકળી ગયા જેવી રાહત અનુભવી હતી.

Mantavya Vishesh
મફતની રેવડી મા સરકાર દાણા દાણા નો મોહતાજ

બિહારમાં તાજેતરમાં જ વિધાનસભા ચૂંટણી પૂરી થઈ અને તેમા જે મફતની રેવડીની લ્હાણી કરવામાં આવી હતી અને તેના વચનોની લ્હાણી કરવામાં આવી હતી તે જોવા જેવી હતી. બિહારની 1.2 કરોડ મહિલાઓના ખાતામાં સરકારે સીધા 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આમ એક સાથે સીધી 12 હજાર કરોડની રકમ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેની સામે વિપક્ષી મહાજોડાણે દરેક મહિલાને 30,000 રૂપિયા અને અને દરેક ઘરને એક સરકારી નોકરીનું વચન આપ્યું. આમ વચનેષું કિં દરિદ્રતામ્ એટલે કે વચન આપવામાં દરિદ્રતા કેવી.

મફતની રેવડી બાબતે

રાજકીય પક્ષો ચૂંટણી સમયે કેવા મિનારા રચી કાઢે છે તેવી આ વાત હતી. હવે બિહારના એક કરોડ કુટુંબોની માસિક આવક છ હજાર રૂપિયાથી પણ ઓછી છે ત્યારે 1.2 કરોડ મહિલાઓના ખાતામાં આવેલા 10,000 રૂપિયાએ તેમના માટે જાણે એક જાદુઈ ટ્રિકનું કામ કર્યુ હતું. તેના લીધે મતદારોને ચાલો વર્ષ નીકળી ગયા જેવી રાહત અનુભવી હતી. હવે આ 12 હજાર કરોડનો બોજો બિહારના જ નહીં દેશના કરદાતાઓ પર પણ પડ્યો, આ જોતા આગામી લોકસભા ચૂંટણી હોય તો તેને જીતવા અને મહિલાઓના મત મેળવવા માટે 30 કરોડ મહિલાઓના ખાતામાં કેન્દ્ર સરકાર 10,000 રૂપિયા નાખી દે તો સામાન્ય લોકો પર કરદાતા પર સીધો ત્રણ લાખ કરોડનો બોજો આવે, કોઈ રાજકારણી ઘરમાંથી તો રૂપિયા કાઢતો નથી, એકમાં જમા કરે તો બીજામાં ઉધારે. છેવટે આ બોજો તો સામાન્ય પ્રજાની કેડ પર જ આવે છે.  લોકોને આમ વચનો કરતાં ડિલિવર કેટલું થાય છે તા રસ છે.

રાજકીય પક્ષોને પણ ખબર પડી ગઈ છે કે તેમના વચનોની લ્હાણીની મર્યાદા આવી ગઈ છે. એક સમયે મતદારોને ચૂંટણી સમયે દારૂ પીવડાવવાથી લઈને 500-500 રૂપિયા અને પછી બે-બે હજાર રૂપિયાથી પણ વાત આગળ વધી ચૂકી છે. બિહારની ચૂંટણીએ નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ટૂંકમાં ચૂંટણી જીતવી હોય તો વચનોની લ્હાણી કર્યે અને મતદારોને બે-બે હજાર રૂપિયા આપ્યાથી નહીં ચાલે, સીધા તેમના ખાતામાં જ રૂપિયા જમા કરાવવા પડશે.

પણ રાજકીય પક્ષોનો આ વાણીવિલાસ સરકારી તિજોરી પર મોટો બોજો ખડકી રહ્યો છે. વચનો આપીને ચૂંટાઈ આવેલી સરકારોને પછી ચૂંટણી વખતે આપેલા વચનો પૂરા કરવામાં રીતસરનો પરસેવો પડી રહ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે ચૂંટણી વખતે મહિલાઓને બસમાં મફત મુસાફરીનું વચન આપ્યું હતું તેનું પાલન તે બે જ વર્ષ કરી શકી, પછી તેણે આ સ્કીમ જ બંધ કરવી પડી.

મફતમાં રેવડીની સમસ્યા દરેક રાજકીય પક્ષથી માંડીને ચૂંટાયેલી સરકારો માટે બહુ મોટી છે. રાજકીય પક્ષો ચૂંટાવવા માટે સરકારોને મોટી-મોટી ગેરંટીઓ આપી દે છે, પરંતુ જ્યારે ચૂંટાઈને આવે છે ત્યારે તેને પૂરી કરવામાં તેમનો દમ ઘૂંટાવવા માંડે છે. આંધ્રપ્રદેશ સરકારે ચૂંટાઈ આવ્યા પછી જે વેલફેર સિસ્ટમ પૂરી કરવાનું વચન આપ્યું હતું તે પૂરી કરવા માટે નવનેજા પાણી ઉતરી રહ્યા છે. કેન્દ્ર સરકારની સમક્ષ મદદની ધા નાખવી પડી રહી છે.

મહારાષ્ટ્રમાં પણ સરકારે ચૂંટણી જીતવા માટે લાડલી બહેન યોજના શરૂ તો કરી દીધી હતી, પરંતુ હવે આ યોજનાના અમલીકરણમાં તેના સાધનો ટાંચા પડી રહ્યા છે. કર્ણાટકને પણ સામાજિક ફાયદા માટે રચેલી યોજનાને પૂરી કરવા માટે આંખે પાણી આવી રહ્યા છે. એક તો વિપક્ષની સરકાર અને ઓછા સંસાધનોના કારણે બીજી બધી યોજનાઓના બજેટમાં કાપ મૂકવો પડી રહ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે પીએમ મોદીએ પોતે પણ મફતની રેવડીના કલ્ચરની આકરી ટીકા કરી હતી. તેમણે મફતમાં આપવાના આર્થિક ફટકાઓ અંગે ચેતવણી આપી હતી. આમ છતાં ચૂંટણીનો પ્રવાહ અને સ્થિતિ જ એવી હોય છે કે પીએમ પોતે પણ તેમા તણાયા વગર રહી શક્યા નથી. તેને પણ ચૂંટણી જીતવા માટે તેનો વિકલ્પ આપ્યા વગર ચાલ્યું નથી. આમ ચૂંટણીના વચનો સામે સમજદારી હંમેશા હારી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: DGP  વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો