MANTAVYA Vishesh/ હું બોલું છું તો કહો છો બોલે છેઃ નીતિન પટેલ

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરીથી ધોકો પછાડ્યો છે. તેમણે એકબાજુએ પરોક્ષ રીતે કૌભાંડીઓની આકરી ઝાટકણી કાઢી હતી કાઢી હતી તો બીજી બાજુએ હજી પણ પણ પોતે કડીમાં સર્વેસર્વા હોવાના સંકેત આપ્યા હતા.

Mantavya Vishesh

ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરીથી ધોકો પછાડ્યો છે. તેમણે એકબાજુએ પરોક્ષ રીતે કૌભાંડીઓની આકરી ઝાટકણી કાઢી હતી કાઢી હતી તો બીજી બાજુએ હજી પણ પણ પોતે કડીમાં સર્વેસર્વા હોવાના સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હું બોલું છું તો કહેવાય છે કે નીતિન પટેલ બોલે છે, નીતિન પટેલ બોલે છે તો ઘણાને અળખા લાગે છે, પરંતુ આ પટેલ ભાયડો સાચું બોલ્યા વગર રહી શકતો નથી.

મહેસાણામાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજે પક્ષમાં કે સરકારમાં મારો કોઈ હોદ્દો ન હોય એટલે તેવું ન સમજવું કે હું પક્ષમાં નિષ્ક્રીય થઈ ગયો છું, આજે પણ હું ભાજપનો કાર્યકર છું અને આજીવન રહેવાનો છે. તેમા પણ કડીની તો હું ગલીગલીથી વાકેફ છે, કડીના વર્તમાન ધારાસભ્ય છે તે કડીના રહેવાસી નથી, પણ હું તો કડીનો જ છું અને કડીમાં પક્ષને બધાને જોડતી કડી પણ હું જ છું. આજે પણ કડીના કોઈપણ કામ હોય મારે ત્યાં આવેલાને હું નિરાશ કરતો નથી. રાજકારણમાં કોઈ હોદ્દો ન હોય ત્યારે તમે જેટલું કામ કરો છો તેટલું હોદ્દો હોય ત્યારે કરી શકતા નથી, તે હકીકત છે. આજે પણ હું પક્ષમાં પહેલાં જે નિષ્ઠાથી કામ કરતો હતો તે જ નિષ્ઠાથી કામ કરું છું. હોદ્દા તો આવતા જતાં રહે છે.

તેમણે વર્તમાન રાજકારણીઓ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે તેઓને કશું કર્યા વગર મોટાભા થવું હોય છે, કંઈ એમને એમ મોટાભા થવાતું નથી. પક્ષ માટે કંઇક કરી છૂટવાની ભાવના જોઈએ, મોટો પક્ષને કરવાનો હોય, પક્ષને મોટાભા બનાવવાનો હોય તો તમારી કામગીરી લેખે લાગે. પોતાને મોટાભા બનાવવાથી કે પોતાના કુટુંબને મોટાભા બનાવવાથી પક્ષને ફાયદો થતો નથી, ઉલ્ટાનું નુકસાન જાય છે. તેનાથી તો પક્ષની છબી બગડે છે. પક્ષની નીતિ જ છે કે તમારા કુટુંબમાં પણ જો કોઈએ કૌભાંડ કર્યુ હોય તો તમને પક્ષમાં કે સરકારમાં ક્યાંય સ્થાન નહીં મળે.

તેમણે આ પ્રકારનો ઉલ્લેખ સ્પષ્ટપણે તાજેતરમાં મંત્રી બચુખાબડના સંદર્ભમાં કર્યો હોવાનું મનાય છે. તેમણે તેમના પુત્રોના કારનામાના કારણે મંત્રીપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. તેમણે જણાવ્યું હતું કે પક્ષની વિચારધારા સાથે જોડાવવું અને તેના પ્રત્યેનું સમર્પણ અત્યંત મહત્વનું છે. તેમણે દાવો કર્યો હતો કે કડીમાં આજે નીતિન પટેલે તેમની ઓળખ આપવા જવું પડતું નથી, કામ જ એવું કરો કે તમારું નામ થાય. નામ થાય તે માટે જ કામ ન કરો.

તેમણે રીતસર પીએમ મોદીની સ્ટાઇલમાં જણાવ્યું હતું કે હું ખાતો નથી અને ખાવો દેતો પણ નથી, આજે હું ધારાસભ્ય નથી કે હોદ્દા પર નથી તો તેનો અર્થ એવો ન થાય કે હું કશું જ નહીં કરું. કડીમાં પક્ષથી માંડીને સામાન્ય લોકોનું કંઈ કામ હોય તો નીતિન પટેલ હાજરા હજૂર છે. આજે પણ તે જ તન્મયતાથી કામ કરશે જ્યારે તે હોદ્દા પર હતા, હવે તો શાંતિ એટલી હશે કે હોદ્દાની મર્યાદા પણ નહીં નડે અને દોડી પણ સરળતાથી શકશે. તેની સાથે બીજો ફાયદો પણ એ હશે કે મોટા હોદ્દા ભોગવી ચૂક્યો હોવાથી સરકારની વહીવટી આંટીઘૂંટી પણ સારી રીતે સમજી શકું છું, એટલે ક્યાંય કોઈ તેમા ફસાયું હોય તો હું મદદ કરવા તૈયાર છું.

તેમણે ખોંખારો ખાતા જણાવ્યું હતું કે હું ખાતો નથી, ખાતો દેવા પણ નથી, કડીમાં છું ત્યાં સુધી ખોટું નહી થવા દઉં. તેમણે જણાવ્યું હતું કે મારો તો બે બાજુએ મરો છે, બોલું છું તો કહે છે કે બોલો છો અને ન બોલો તો આટલા અનુભવી થઈ બોલતા કેમ નથી તેવું પક્ષના કાર્યકરોથી લઈ લોકો કહે છે અને તમે જ નહીં બોલો તો કોણ બોલશે તેમ પણ કહે છે. આમ મારે બોલવું પડે છે. તેના કારણે હું લોકો માટે મારી કારકિર્દી ભયમાં મૂકીને પણ બોલું છું. ભલે આજે હું કોઈ હોદ્દા પર નથી, પરંતુ ખાતરી આપું છું કે કડીમાં હું કશું જ ખોટું નહીં થવા દઉ.

નીતિન પટેલના આ પ્રકારના ચાબખાએ શાસક પક્ષમાં પણ આશ્ચર્ય સર્જયુ છે. બધા જાણે છે કે નીતિન પટેલ બોલતા નથી,   પરંતુ બોલે છે ત્યારે તેની ચોક્કસ નોંધ લેવાય છે. નીતિન પટેલના આ બોલે શાસક પક્ષની અંદર જ વમળો સર્જયા છે. આ બતાવે છે કે તેમના બોલનું વજન પડે છે. પરોક્ષ રીતે તેમણે જણાવી તો દીધું જ છે કે કડીના ધારાસભ્ય ભલે ગમે તે હોય તે હોદ્દો છે, પરંતુ કડીના સર્વેસર્વા તો હું જ છું. મારા વગર કડીમાં પત્તુ હલાવવું અઘરું છે.

શાસક પક્ષમાં આગામી સમયમાં શહેરો અને જિલ્લા દીઠ સંગઠનના માળખામાં ફેરફાર થવાના છે ત્યારે તેમણે કડીમાં પણ થનારા સંભવિત ફેરફારને લઈને પરોક્ષ રીતે આ પ્રકારની ચેતવણી આપી છે અથવા તો તેમના અભિપ્રાયોને ધ્યાનમાં રાખવા માટે આ પ્રકારની વાત કરી છે. બીજુ જે પણ હોય તેમની વાતે શાસક પક્ષમાં વમળ તો ચોક્કસ પેદા કરી દીધા છે. આ સંજોગોમાં જો કડીના સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરવામાં આવે તો પક્ષપ્રમુખ દ્વારા નીતિન પટેલની અવગણના ભારે પડી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા