Donald Trump/ શું કેનેડા બનશે અમેરિકાનું 51મું સ્ટેટ? ટ્રમ્પ કંઇક નવું જ કરવાની વેતરણમાં

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને તેને 51મું સ્ટેટ બની જવાનું કહ્યુ અને વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રેડયુને ટ્રમ્પ ગ્રેટર સ્ટેટ ઓફ કેનેડાના ગવર્નર કહીને સંબોધે છે આ બાબતોને અત્યારે હળવાશમાં લે છે.

Trending Mantavya Vishesh

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) કેનેડાને તેને 51મું સ્ટેટ બની જવાનું કહ્યુ અને વર્તમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Tradeu) ને ટ્રમ્પ ગ્રેટર સ્ટેટ ઓફ કેનેડાના ગવર્નર કહીને સંબોધે છે આ બાબતોને અત્યારે હળવાશમાં લે છે. તે બધા માને છે કે ટ્રમ્પ ટ્રુડોની ઠેકડી ઉડાડી રહ્યા છે, એનાથી વિશેષ કશું નથી. પણ ટ્રમ્પનો ઇતિહાસ જુદુ જ કહે છે. ટ્રમ્પ જયારે પણ કોઈની સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ કરે છે ત્યારે પહેલા તેની ઠેકડી ઉડાડે છે.

આ પહેલા ટ્રમ્પે તેના અગાઉના કાર્યકાળમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ (Jinping) ની ઠેકડી ઉડાડી હતી અને તેમની તુલના ડુક્કર સાથે કરી હતી. તે સમયે લોકોને લાગ્યું કે ટ્રમ્પને વાસ્તવમાં બોલવામાં કંઈ ભાન નથી કે સમજ નથી. પણ તેના થોડા સમયમાં જ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરૂ થઈ. આજે ટ્રમ્પે શરૂ કરેલી ટ્રેડ વોરનું પરિણામ એ છે કે ચીનથી અમેરિકા જતી દરેક નિકાસ પર રીતસરનો જંગી ટેક્સ લાગે છે. તેના લીધે ચીનની અમેરિકામાં થતી નિકાસને ફટકો પડ્યો છે. ચીનનું અર્થતંત્ર આજે મંદીમાં ગરકાવ થઈ ગયું છે તેનું એક કારણ ડોનાલ્ડ ટ્રમ્પ છે. અમેરિકા સાથેના આ અણબનાવના લીધે આજે પણ ચીનની પરિસ્થિતિ અત્યંત વિપરીત છે.

હવે આ જ ટ્રમ્પ જ્યારે કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાનું કહે છે ત્યારે એક વસ્તુ સમજી લેવાની છે કે વહેલા કે મોડા આ સ્થિતિ આવવાની જ છે. ટ્રમ્પ સારી રીતે સમજે છે કે ગેરકાયદે ઇમિગ્રેશનને રોકી શકાય તેમ નથી, પણ કેનેડા જેવા તેના પર જ સંપૂર્ણપણે નિર્ભર દેશોને જો તેનો હિસ્સો બનાવી દેવામાં આવે તો તેને જબરદસ્ત ઉર્જા સંસાધનોનો ફાયદો મળી શકે તેમ છે. તેની સાથે ગેરકાયદે વસાહતીઓના નોંધપાત્ર હિસ્સાને પણ ત્યાં મોકલી શકાય છે. તેથી ટ્રમ્પ એક સમજી વિચારેલી રણનીતિ હેઠળ જ કેનેડાને તેનો હિસ્સો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

તેમણે કેનેડા પર 25 ટકા જેટલો વેરો ઝીંકવાની કરેલી વાત સાવ હવામા નથી. આ થાય તો કેનેડાનું અમેરિકા પરનું નિર્ભર તંત્ર સાવ ઘૂંટણિયે આવી જાય. હાલમાં ટ્રુડોએ બધી બાજુએથી બગાડ્યું છે ત્યારે હવે તેનો બધો આધાર અમેરિકા પર છે. આ સંજોગોમાં અમેરિકા તેને ગળી જાય અથવા તો તેમા નડનારા ટ્રુડોને સત્તા પરથી હાથ ધોવા પડે તેની સામે આશ્ચર્ય નહીં થાય.

હવે ટ્રમ્પ જે ટ્રેડવોર શરૂ કરવાના છે તેનો સૌથી પહેલો ભોગ કેનેડા બને તેમ માનવામાં આવે છે. તે ચીનની પ્રોડક્ટ્સ પરના વેરામાં તો વધારો કરશે જ, પરંતુ કેનેડાને રીતસરનું ઘૂંટણિયે લાવી દેશે તેમ માનવામાં આવે છે. આજે પરિસ્થિતિ એવી છે કે ટ્રુડોની પોલિસીના લીધે કેનેડાએ બધે બગાડ્યું છે. તેના નથી ભારત સાથે સારા સંબંધ, નથી કે ચીન કે રશિયા સાથે સારા સંબંધ. યુરોપીયન દેશો તેને ભાવ આપતા નથી. આંતરરાષ્ટ્રીય મંચ પર જાણે કેનેડા એકલું અટુલુ હોય તેવી તેની સ્થિતિ છે. કેટલાય દેશોના વડા તો મજાકમાં કહે છે કે કેનેડિયન વડાપ્રધાન ટ્રુડો આંતરરાષ્ટ્રીય વિદૂષક બની ગયા છે.

આજના સમયમાં વિચાર કરો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આટલા ખરાબ સંબંધો હોવા છતાં અને બંને દેશ વચ્ચે ત્રણ-ત્રણ યુદ્ધ થયા હોવા ઉપરાંત સરહદે છમકલા ચાલતા હોવા છતાં કોઈપણ ભારતીય વડાપ્રધાને ક્યારેય પાકિસ્તાનના પ્રમુખ કે વડાપ્રધાનને કંઈ પાક.ના ગવર્નર ગણાવ્યા નથી. આ બાબત બતાવે છે કે ભારત પાકિસ્તાનના સાર્વભૌમત્વને સન્માન આપે છે.

અહીં ટ્રમ્પ તો રીતસર કેનેડાને ગ્રેટર સ્ટેટ કેનેડા કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેને અલાસ્કા જેવું વિશાળ રાજ્ય કહે છે. આમ ટ્રમ્પ કેનેડા દેશ ગણવાનો જ ઇન્કાર કરે છે. ભારતે ક્યારેય પાકિસ્તાનને દેશ ગણવાનો ઇન્કાર કર્યો નથી કે પાકિસ્તાને બાંગ્લાદેશને પણ દેશ તરીકે ગણવાનો ઇન્કાર કર્યો નથી.

અહીં સવાલ એ ઉઠે છે કોઈપણ દેશના સાર્વભૌમત્વને મજાકમાં પણ આ હદ સુધી કહી શકાય. કોઈ એક દેશનો પ્રમુખ બીજા દેશના પ્રમુખને તેના સાર્વભૌમત્વને અસર કરે તે રીતે સંબોધી શકે ખરો. આ વસ્તુ એક દેશ પર હુમલો કરવાથી પણ વિશેષ છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો, પરંતુ ક્યારેય તેમ નથી કહ્યું કે યુક્રેન અમારું રાજ્ય છે અને ઝેલેન્સ્કી અમારા ગવર્નર છે.

આમ ટ્રમ્પ એક નવી પણ ભયાવહ પ્રથા શરૂ કરી રહ્યા છે અને તે છે શક્તિશાળી દ્વારા નબળાને દબાવવાની. ટ્રમ્પ શાસન સંભાળ્યા પછી વેરા લાદીને કેનેડાને ટૂંક સમયમાં ઘૂંટણિયે લાવી દેશે તેમ માનવામાં આવે છે. કેનેડા કદાચ અમેરિકાનો હિસ્સો ન બને તો પણ કેનેડાના રાજકારણની ચાવી હવે ટ્રમ્પ ચોક્કસપણે પોતાના હાથમાં રાખશે તે હકીકત છે. હવે ટ્રમ્પ શાસન સંભાળ્યા પહેલા જ કેનેડાને આ રીતે સંબોધતા હોય તો સત્તા પૂરેપૂરી હાથમાં આવ્યા પછી તો ટ્રુડો ક્યાં દેખાશે તે મોટો સવાલ છે. તેમા પણ ટ્રમ્પના કટ્ટર સમર્થક ઇલોન મસ્ક કહી ચૂક્યા છે કે કેનેડાના રાજકારણમાં ટ્રુડોનું હવે કોઈ ભવિષ્ય નથી. તે બતાવે છે કે ટ્રમ્પે કેનેડાની આગામી બાગડોર કોને સોંપવી તે પણ નક્કી કરી લીધું છે. ટ્રમ્પનું આ પગલું આગામી સમયમાં વૈશ્વિક રાજકારણમાં પણ નવા આયામો સર્જી શકે છે. કદાચ ટ્રમ્પ કોઈ નવા જ પ્રકારનો નેરેટિવ ઊભો કરી શકે છે, જેમા અમેરિકા બધા કરતાં ટોપ પર હોય અને બાકીના બધા તેનાથી નીચે હોય. આ માટે જરૂર પડે તો કેનેડાને ગળી જવામાં પણ તેને કોઈ વાંધો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પોરબંદરમાં દૂષિત પાણીનો વિરોધ : પાણીની અંતિમયાત્રા કાઢીને, સરકાર સામે આક્રોશ

આ પણ વાંચો: પોરબંદરમાં મધદરિયે મદદ… માછીમારો માટે કોસ્ટગાર્ડ બન્યું તારણહાર

આ પણ વાંચો: પોરબંદરના દરિયામાંથી 500 કરોડથી વધુ કિંમતનું 500 કિલો ડ્રગ્સ ઝડપાયું