World News/ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર શંકાસ્પદ સામૂહિક ગોળીબાર થયો 10 લોકોના મોત, 2000 લોકો હતા હાજર

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ યહૂદીઓના હનુક્કાહ તહેવારના પહેલા દિવસે બની ગોળીબાર થયો હતો જેમા 10 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.

Top Stories World
Shooting in Sydney ahead of festival

Bondi Beach Shooting: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા બોન્ડી બીચ પર થયેલા ગોળીબારની ઘટનામાં અનેક લોકો નિશાન બન્યા હતા. અત્યાર સુધીમાં મળતી માહિતી અનુસાર આ ઘટનામાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોરો બે હતા અને તેમણે લગભગ 50 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસે ઘટનાસ્થળનું દૃશ્ય અત્યંત આઘાતજનક અને ભયાનક હોવાનું કહ્યું હતું. પોલીસ અને કટોકટી સેવાઓ બોન્ડી બીચ પર જીવ બચાવવાની કામગીરીમાં તત્પર છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો, લોકોને દૂર રહેવા અને સલામત સ્થળોએ આશ્રય લેવા વિનંતી કરી હતી.

ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બોન્ડી બીચ પ્રિસિંક્ટ પર પરિસ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે, પરંતુ પોલીસ દળો તૈનાત છે અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. પોલીસે ઘટનાસ્થળે હાજર લોકોને તાત્કાલિક સલામત સ્થળે જવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની સ્પષ્ટ સલાહ આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગોળીબાર: બેના મોત, આઠ ઘાયલ, શૂટર હજુ ફરાર

આ પણ વાંચો: થાઈલેન્ડ-કંબોડિયા સરહદ યુદ્ધ, એરસ્ટ્રાઈક, રૉકેટ હુમલા, ટ્રમ્પે માર્યો કૂદકો

આ પણ વાંચો: કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર: એકનું મોત, એક ઘાયલ, શંકાસ્પદની ધરપકડ કરવામા આવી