Valsad News/ વલસાડમાં શાસક પક્ષના મહિલા સભ્યના પતિ પર લાંચના આરોપથી સન્નાટો

વલસાડમાં શાસક પક્ષની મહિલાના પતિ પર લાંચના આરોપથી સનસનાટી મેચ ગઈ છે. આ ઘટના બતાવે છે કે રાજકારણીઓની મથરાવટી મેલી જ હોય છે. તેના માટે ગમે તે પક્ષમાં હોવું જરૂરી નથી.

Gujarat Others Breaking News

Valsad News : ગુજરાતના વલસાડ (Valsad) માં ભાજપ મહિલાના પતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપથી સમગ વલસાડ રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ભાજપ (BJP) મહિલા સભ્યના પતિ પર કેબિન અને પાણીનું કનેક્શન કાયદેસર કરાવવા લીધી લાંચ (Bribe)  લીધી  હોવાનો આરોપ છે. રૂપિયા 22 હજાર લાંચ લીધી હોવાનો આક્ષેપ લગાવી ફરિયાદીએ અરજી નોંધાવી છે.

22 હજારની લાંચનો આરોપ

ફરિયાદીનો આરોપ છે કે 22 હજાર લાંચ લીધી હોવા છતાં કોઈ પણ પ્રકારનું કામ કરાવ્યું નથી અને પૈસા પણ પરત ના આપ્યા . પૈસા પરતના મળતા  ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.   ACB ( Anti-Corruption Bureau)  માં ફરિયાદ કરતાં મહિલા સભ્ય અને તેને પતિનું નામ પણ સામે આવ્યું છે. વોર્ડ નંબર 11ના સભ્ય પ્રવિણા પટેલ(Pravina Patel) ના પતિ સુનિલ પટેલ (Sunil Patel) સામે આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું.

વલસાડ નગરપાલિકામાં હડકંપ

સમગ્ર મામલો સામે આવતા વલસાડ નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ફરિયાદી અને આરોપી એટલે કે મહિલા સભ્યના પતિ સુનિલ પટેલનો ઓડિયો ક્લિપ પણ વાઇરલ થયો છે. જે ઓડિયોમાં ફરિયાદી બોલી રહ્યા છે કે તમે (સુનિલ પટેલ) પૈસા લીધા હોવા છતાં કામ કર્યું નથી . અને સુનિલ પટેલ પણ સામે જવાબ આપી રહ્યા છે . જો કે મંતવ્ય ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતુ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દારૂની હેરાફેરી કરવા દેવા માટે લાંચ લેતા વલસાડના બે હોમગાર્ડની ધરપકડ

આ પણ વાંચો:  વલસાડમાં ACBનો સપાટો,લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ 3 લાખની લાંચ લીધા બાદ ફરાર

આ પણ વાંચો: વલસાડ વન વિભાગના અધિકારી લાંચ મામલે ACBના સકંજામાં ….