uttarakhand news/ અલ્મોડામાં રીંછે બે મહિલાઓના ચહેરા ફાડી ખાધા: દીપડાના હુમલામાં વૃદ્ધના માથામાં 35 ટાંકા

Almoda જિલ્લામાં એક જ દિવસે જંગલી પ્રાણીઓના ત્રણ અલગ-અલગ હુમલાઓમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે

India
બે મહિલા સહિત ત્રણ જણા પર જંગલી જાનવરોનો હુમલો

Uttarakhand News : ઉત્તરાખંડના અલ્મોડા(Almoda)જિલ્લામાં એક જ દિવસે જંગલી પ્રાણીઓના ત્રણ અલગ-અલગ હુમલાઓમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચૌખુટિયા વિસ્તારના જામનિયા ગામ નજીક રીંછે બે મહિલાઓ પર હુમલો કર્યો હતો, જ્યારે ભાટકોટ (Bhatkot) ગામમાં દીપડાના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

અલ્મોડા(Almoda)માં પ્રથમ ઘટના – સવારે 9 વાગ્યે

ચંપા દેવી (25) જામનિયા અને ચૌકુરી વચ્ચેના જંગલમાં ઘાસ એકઠું કરવા ગઈ હતી. ઝાડીઓમાં છુપાયેલા રીંછે અચાનક તેના પર હુમલો કરી ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચાડી. મહિલાની ચીસો સાંભળતા ગામલોકો દોડી આવ્યા, જેના કારણે રીંછ ભાગી ગયો.

અલ્મોડા(Almoda)માં બીજી ઘટના – અડધા કલાક બાદ

અલ્મોડા(Almoda)માં બીજી ઘટના – અડધા કલાક બાદ

લગભગ 30 મિનિટ પછી, એ જ વિસ્તારમાં ગીતા દેવી (30) પર પણ રીંછે હુમલો કર્યો. પાછળથી આવેલા રીંછે અચાનક હુમલો કરતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ. બંને વખત ગામલોકોની તાત્કાલિક મદદથી મહિલાઓના જીવ બચી ગયા.

 

અલ્મોડા(Almoda)માંત્રીજી ઘટના – રાત્રે 1 વાગ્યે

અલ્મોડા(Almoda)માંત્રીજી ઘટના – રાત્રે 1 વાગ્યે

ભાટકોટ(Bhatkot) ગામમાં કૂતરાઓના ભસવાના અવાજથી બહાર નીકળેલા ચંદન રામ (58) પર દીપડાએ હુમલો કર્યો. દીપડાએ તેમના માથા અને ગરદન પર પંજા મારી તેમને 10થી 15 મીટર સુધી ખેંચી ગયા. ગામલોકોની બૂમાબૂમથી દીપડો જંગલમાં ભાગી ગયો. ચંદન રામને માથામાં અંદાજે 35 ટાંકા આવ્યા છે અને હાલ તેઓ ખતરાની બહાર છે.

વન વિભાગની કાર્યવાહી

વન વિભાગની કાર્યવાહી

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં આઠ રીંછનું જૂથ જોવા મળ્યું હતું, જેમાં માદા રીંછ અને બચ્ચું પણ સામેલ છે. જોકે બંને મહિલાઓ પર હુમલો કરનાર રીંછ એક જ હોવાનું મનાય છે.

વન વિભાગે ઘાયલ મહિલાઓને તાત્કાલિક આર્થિક સહાય આપીને આંશિક ઘાયલ મહિલાને ₹20,000 અને ગંભીર રીતે ઘાયલ મહિલાને ₹30,000 ચૂકવ્યા છે. સાથે જ, લોકોએ જંગલ વિસ્તારમાં એકલા ન જવા અને વધુ સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો:  બનાસકાંઠા : અમીરગઢ તાલુકામાં રીંછની દહેશત યથાવત, વૃદ્ધ ખેડૂત પર કર્યો હુમલો

આ પણ વાંચો: કેવડીના જંગલમાં રીંછનો હુમલો, ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો

આ પણ વાંચો: દેવગઢ બારીયાના સાગટાળામાં રીંછના હિંસક હુમલામાં મહિલાનું મોત