Not Set/ ગરીબ ખેડૂતને પોતાના ખેતરમાંથી મળ્યું એવું કે રાતોરાત બની ગયો લાખોપતિ

નવી દિલ્લી શુક્રવારે હીરા માટે જાણીતો વિસ્તાર પન્ના જીલ્લામાં એક ગરીબ ખેડૂતને ખેતીકામ દરમ્યાન ૧૨ કેરેટ ૫૮ સેન્ટ્સનો હીરો મળી આવ્યો છે. આ હીરાની કિંમત આશરે ૩૦ લાખ રૂપિયા જેટલી છે. હીરાની  નિલામી બાદ ખેડૂત લાખોપતિ બની જશે. જિલ્લના ખનીજ અને હીરાના અધિકારી સંતોષ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રકાશ કુમાર શર્મા નામના ખેડૂતને પન્ના […]

India Trending
maxresdefault 1 1 ગરીબ ખેડૂતને પોતાના ખેતરમાંથી મળ્યું એવું કે રાતોરાત બની ગયો લાખોપતિ

નવી દિલ્લી

શુક્રવારે હીરા માટે જાણીતો વિસ્તાર પન્ના જીલ્લામાં એક ગરીબ ખેડૂતને ખેતીકામ દરમ્યાન ૧૨ કેરેટ ૫૮ સેન્ટ્સનો હીરો મળી આવ્યો છે. આ હીરાની કિંમત આશરે ૩૦ લાખ રૂપિયા જેટલી છે. હીરાની  નિલામી બાદ ખેડૂત લાખોપતિ બની જશે. જિલ્લના ખનીજ અને હીરાના અધિકારી સંતોષ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે પ્રકાશ કુમાર શર્મા નામના ખેડૂતને પન્ના જીલ્લાના મુખ્ય કાર્યલયથી આશરે દૂર  ૨૫ કિમી દૂર સરકોહા ગામમાં પોતાના ખેતરમાંથી ૧૨ કેરેટ ૫૮ સેન્ટ્સનો હીરો મળ્યો હતો.

સંતોષ સિંહે કહ્યું હતું કે આ હીરાની  કિંમત આશરે ૩૦ લાખ જેટલી છે. જો કે સાચી કિંમત આ હીરાની નિલામી પછી ખબર પડશે. વધુમાં તેમણે કહ્યું હતું કે સજ્જન ખેડૂતે  આ હીરો શુક્રવારે બપોરે ૧ વાગ્યે જમા કરાવી દીધો  હતો. દર ત્રણ મહીને હીરાની નિલામી કરવામાં આવશે હવે પછીની નિલામીમાં આ હીરાને મુકવામાં આવશે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નિલામી  થઇ ગયા બાદ આ હીરાની ૧૨ ટકા રોયેલ્ટી અને બીજા કર કાપીને જે પૈસા વધશે તે આ ખેડૂત પ્રકાશ કુમાર શર્માને આપવામાં આવશે.