Ahmedabad News : અમદાવાદમાં બુટલેગરના ત્રાસથી કંટાળીને 21 વર્ષના એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ચિરાગ પ્રતાપ રાઠોડ નામના યુવકે આપઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. યુવકે જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતુ મુકીનેઆત્મહત્યા કરી લીધી હતી.

મૃતક ચિરાગ રાઠોડે અંતિમ પગવું ભરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. સુસાઈડ નોટમાં ચિરાગે લખ્યું હતું કે હું અને મારા પપ્પા બેકસુર છીએ. સોરી માય ફેમીલી, હું તમને છોડીને જાઉં છું. પ્રાથમિક તપાસમાં બુટલેગરના ત્રાસતી કંટાળીને ચિરાગે આપઘાત કર્યોહોવાની ચર્ચા છે.
એક મહિના પહેલા ચિરાગે બુટલેગર વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની અદાવત રાખીને બુટલેગર યુવકને હેરાન કરતો હોવાનું કહેવાય છે. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:રાજકોટ લોધિકાની સરકારી શાળાના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં ફરાર 3 શિક્ષકો સસ્પેન્ડ
આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી
