અમદાવાદ/ બોપલમાંથી 6 મહિનાનું ભ્રૂણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ

શહેરમાં વધુ એક વાર ભ્રૂણ ત્યજી દેવાની ઘટના સામે આવી છે.છેલ્લા એક મહિનામાં ભ્રૂણ મળવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.

Top Stories Gujarat
  • અમદાવાદના બોપલમાંથી મળ્યું તાજું ભ્રૂણ
  • બોપલના તળાવના કિનારેથી મળ્યું ભ્રૂણ
  • 6 મહિનાનું ભ્રૂણ ફેંકી દીધેલી હાલતમાં મળી આવ્યું
  • છોકરાનું ભ્રૂણ હોવાની ડોક્ટરે આપી માહિતી
  • મળી આવેલા ભ્રૂણને પોસ્ટ મોર્ટમ માટે મોકલાયું

શહેરમાં વધુ એક વાર ભ્રૂણ ત્યજી દેવાની ઘટના સામે આવી છે.છેલ્લા એક મહિનામાં ભ્રૂણ મળવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અમદાવાદના પોષ વિસ્તાર બોપલમાંથી ભ્રુણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. બોપલના તળાવ પરથી આ ભ્રૂણ મળી આવ્યો છે.  ભ્રુણ 6 મહિનાનું  હોવાનું જાણવા મળ્યું છે. તળાવ કિનારે ફેકી દીધેલી હાલતમાં મળી આવ્યું છે. હાલ આ ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પોલીસ આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને સીસીટીવી કેમેરાસ  તપાસવામાં આવી રહ્યા છે, આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.