Gandhinagar News/ મેડિકલના વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર આવ્યા છે. રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓના હિત મોટો નિર્ણય લીધો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર આવ્યા છે. રાજ્ય સરકારે મેડિકલના વિદ્યાર્થીઓના હિત મોટો નિર્ણય લીધો. સરકારે ગર્મમેન્ટ મેડિકલ કોલેજોની મહત્વનો નિર્ણય લેતા ફીમાં ઘટાડો કર્યો છે. વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજમાં ફીમાં ઘટાડો કરાયો. GMERS કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ હોબાળો મચાવતા આખરે સરકાર તેમની સામે ઝૂકી. સરકારે વિરોધના કારણે ફીમાં ધટાડો કર્યો. જે અંતર્ગત સરકારી ક્વોટામાં 3.75 લાખ ફી રહેશે અને મેનેજમેન્ટ ક્વોટામાં 12 લાખ ફી રહેશે.

રાજ્ય સરકારે અગાઉ મેડિકલ કોલેજમાં સરકારી ક્વોટામાં 5.50 લાખ ફી ની જાહેરાત કરી હતી. હવે તેમાં ઘટાડો કરીને 3.75 લાખ કરવાનો નિર્ણય કર્યો. જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં 17 લાખ ફીની જાહેરાત કરાઈ હતી. તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકારના નવા નિર્ણય મુજબ મેનેજમેન્ટ ક્વોટામાં 17 લાખને બદલે 12 લાખ ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટરો પણ ઘણા સમયથી સરકારથી નારાજ હતા. તેમની નારાજગી દૂર કરવા સરકારે પ્રયાસ કર્યો છે. સરકારે PM-JAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ જે ડોક્ટર અને તબીબ તેમજ આરોગ્ય કર્મી દર્દીની સારવાર કરતા હોય તેમના વેતનમાં 15 ટકાનો વધારો કર્યો છે.

મહત્વનું છે કે GMERS કોલેજમાં ફી વધારા મામલે વિદ્યાર્થીઓ ઉપરાંત ભાજપના જ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે મેડિકલ કોલેજમાં ફી વધારાના કારણે નબળા વર્ગના અને મધ્યમ વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને અસર થશે. તેઓ ઇચ્છા અને લાયકાત ધરાવતા હોવા છતાં ફી વધારાના કારણે મેડિકલના અભ્યાસથી વંચિત રહેશે. સંભવત આ બાબતોને ધ્યાને લઈને સરકારે GMERS કોલેજમાં ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નાકાબંધી પોઇન્ટ પર તોડબાજી રોકવા પોલીસ કમિશનરની સલાહ, અધિકારીઓ ‘ઘોળીને પી ગયા’

આ પણ વાંચો: પાટણના પદ્મનાભ વાડીના ગેરકાયદે બાંધકામને દૂર કરવા ટ્રસ્ટના પ્રમુખને ફટકારી નોટીસ

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં