Gujarat News/ નાકાબંધી પોઇન્ટ પર તોડબાજી રોકવા પોલીસ કમિશનરની સલાહ, અધિકારીઓ ‘ઘોળીને પી ગયા’

નાકાબંધી પોઈન્ટ કોઈપણ રાજ્ય કે જિલ્લા માટે મહત્વનો હોય છે. નાકાબંધી પોઈન્ટ પર તોડ કરાતી હોવાના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે.

Top Stories Gujarat Others

Gujarat News: નાકાબંધી પોઈન્ટ કોઈપણ રાજ્ય કે જિલ્લા માટે મહત્વનો હોય છે. નાકાબંધી પોઈન્ટ પર તોડ કરાતી હોવાના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે. જેને લઈને પોલીસ કમિશ્નરે ઉપરી અધિકારીઓને નાકાબંધી પોઈન્ટ પર સરપ્રાઈઝ ચેકિંગની સૂચના આપી હતી. અધિકારીઓએ સાદાવેશમાં નાકાબંધી પોઈન્ટ પર જવાનું હતું. જો કે પોલીસ કમિશ્નરની સલાહ અધિકારીઓ ‘ઘોળીને પી ગયા’ જેવા ઘાટ દેખાય છે.

પોલીસ ગુનેગારોને પકડયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. તેમજ પોતાની ફરજ દરમ્યાન સરપાઈઝ્ર ચેકિંગ કરી કેટલીક વખત પોલીસના જ માણસો તોડમાં સંડોવાયેલા હોવાનું સામે આવતા કાર્યવાહી કરાય છે. જો કે હાલમાં પોલીસ કમિશનરના આદેશ બાદ પણ નાકાબંધી પોઈન્ટ પર કરાતા તોડનો કોઈ તોડ થયો નથી. અધિકારીઓને ખાનગી વાહનમાં, સાદા કપડા પહેરી, પોલીસકર્મી સિવાય અન્ય માણસોને સાથે લઈ સામાન્ય માણસની જેમ નાકાબંધી પોઈન્ટ પર જવાના આદેશ અપાયો હતો. આ આદેશને 8 મહિના જેટલો સમય થયો હોવા છતાં કોઈપણ કેસ નોંધાયો નથી એટલે કે આજ સુધી એક પણ નાકાબંધી પોઈન્ટ પર કોઈપણ પોલીસકર્મી ટ્રેકમાં પકડાયો નથી. હકીકતમાં તો ઉચ્ચ અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગમાં ના નીકળતા કોઈ ટ્રેપમાં ફસાયા નથી.

જણાવી દઈએ કે રાજ્યમાં પોલીસકર્મીમાં અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામને જુદા-જુદા સમયે ડયુટી અપાતી હોય છે. ડીસીપીને 4 મહિનામાં જ્યારે તેનાથી ઉપરના અધિકારીને મહિનામાં 2 નાઈટ ડ્યુટી રેગ્યુલર કરવાની હોય છે. પરંતુ કમિશનરે આપેલ સરપ્રાઈઝ ચેકિંગનો આદેશ તેમના આ નિયમોમાં લાગુ થતો નથી. આદેશ મુજબ જે પણ અધિકારી સરપ્રાઈઝ ચેકિંગ માટે જાય તેણે બંને ટાઈમ (આવવાનો-જવાનો)ની નોંધ કંટ્રોલરૂમને કરવાની હોય છે. અને કંટ્રોલરૂમની માહિતી મુજબ આવા કોઈપણ અધિકારીએ આદેશને મહિનાઓ થવા છતાં આવી કોઈ કાર્યવાહી કરી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં