SGST/ અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મહેસાણા અને અંજારની 19 પેઢીમાં GSTના દરોડા, 81 કરોડની કરચોરી ઝડપાઇ

સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મહેસાણા અંજારમાં આવેલી ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ પરના હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં રૂપિયા 451 કરોડના બોગસ

Gujarat
1

સ્ટેટ ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગે અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મહેસાણા અંજારમાં આવેલી ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિમિટેડ પરના હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં રૂપિયા 451 કરોડના બોગસ બિલિંગ અને રૂપિયા 81 કરોડના કરચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SGST વિભાગે, ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા)ની ભાવનગર અને ગાંધીધામ ખાતે 19 કેસોમાં 40 સ્થળે તપાસ હાથ ધરાઈ હતી અને ભાવનગરમાં 11 પેઢીઓ સહિત 19 પેઢીઓ દ્વારા બોગસ બિલો ઈસ્યુ કરીને માલની ફિઝીકલી ડિલિવરી કર્યા વિના કરોડોના વ્યવહારો કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. કરચોરી કરનાર આ પેઢીઓના બેનીફીશીયરીઓ પાસે વસૂલાત માટેની કાર્યવાહી હાથધરી હતી.જેમાં 81 કરોડની કરચોરી ઝડપાઇ હતી.

Rajkot / આજે બહુમાળી ભવન પાસે સભા યોજી ભાજપના 6 વોર્ડમાં ઉમેદવારો 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

આ અંગે GST વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેટ GST વિભાગને મળેલી બાતમીના આધારે તા. 3 ફેબ્રુઆરીએ રાત્રે ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિ.ની ટ્રકને કલોલના પાલોડીયા નજીક આંતરીને તપાસ કરતાં તેમાંથી રૂપિયા 33.63 લાખની 900 ઈમ્પોર્ટેડ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલીસની ટીમો તત્કાળ સ્થળ પર પહોંચીને વિદેશી દારૂ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિ.ના માલિક શૈલેષ ભવરલાલ ભંડારી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. જાણીતી ઈમ્પોર્ટેડ બ્રાન્ડની એક બોટલની કિંમત રૂપિયા 10 હજાર હોવાનું જાણવા મળે છે. સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા કર્મચારીના ઘેર તપાસ કરાતા તેના ઘરમાંથી 4 બોક્સમાં રખાયેલી દારૂની 62 બોટલ અને બિજા એક બંગલામાંથી દારૂની 36 બોટલ સહિત 98 બોટલ જપ્ત કરાઈ હતી. આ ટ્રકમાં બોક્સમાંથી વેટ અને GST કાયદાનું સાહિત્ય જપ્ત કરાયું હતું.

Cricket / ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ : આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર, આ હશે બંને ટીમોના સંભવિત 11

ઈલેક્ટ્રોથર્મ (ઈન્ડિયા) લિ. અને હંસ ઈસ્પાત લિ.ના 12 સ્થળે પાડવામાં આવેલા દરોડા અને સર્ચ કાર્યવાહીમાં મોટાપાયે બોગસ પેઢીઓ પાસેથી ખરીદી, રદ થયેલ વેપારીઓની ખરીદી, કેન્સલ ઓર્ડર, ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), સ્ટોક તફાવત ખોટી રીતે મેળવેલ વીમાની રકમ, પત્રકમાં છૂપાવેલ વેચાણો સહિત કુલ રૂપિયા 46.69 કરોડના વ્યવહારો પર ટેક્સ ભરપાઈ કરાયો નહોતો. આ વ્યવહારોમાં રૂપિયા 10.87 કરોડનો વેરો સ્થળ પર વસૂલ કરાયો છે. આ સર્ચ ઓપરેશનમાં ઈન્ટીગ્રેટેડ ઈન્ડક્શન પાવર પ્રા. લિ પાસેથી રૂપિયા રૂપિયા 92.66 લાખ અને ઈન્ડસ યુનિવર્સિટીપાસેથી રૂપિયા 8.44 લાખનો ટેક્સ વસૂલ કરાયો છે.

Maharashtra / મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ નાના પટોલે એ આ કારણથી આપ્યું રાજીનામું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…