Jammu Kashmir/ કઠુઆ હુમલામાં થયો મોટો ખુલાસો, હુમલા પહેલા આતંકવાદીઓએ ગ્રામજનોને પાસે બંદૂકની રાખી ભોજન બનાવડાવ્યું હતું

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સૈન્યના કાફલા પર હુમલો કરનાર આતંકવાદીઓએ હુમલો કરતા પહેલા કેટલાય ગ્રામજનોને બંદૂકની અણી પર ભોજન રાંધવાની ફરજ પાડી હતી.

Top Stories India

જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં સૈન્યના કાફલા પર હુમલો કરનાર આતંકવાદીઓએ હુમલો કરતા પહેલા કેટલાય ગ્રામજનોને બંદૂકની અણી પર ભોજન રાંધવાની ફરજ પાડી હતી. હુમલા દરમિયાન આતંકવાદીઓએ બોડી કેમેરા પહેર્યા હતા અને તેઓ સેનાના જવાનોના હથિયારો છીનવી લેવા માંગતા હતા. સૈનિકોએ હિંમત અને બહાદુરી દર્શાવી અને ઘાયલ થવા છતાં હથિયારો છીનવી લેવાની તેમની યોજનાને નિષ્ફળ બનાવી.

મહીતી અનુસાર આતંકવાદીઓ એવા વિસ્તારોમાં હુમલો કરી રહ્યા હતા જે સુરક્ષા દળોના કેમ્પથી દૂર છે. ત્યાંના રસ્તાઓની હાલત પણ ખૂબ જ ખરાબ છે. સુરક્ષા દળોને સૈન્ય મોકલવામાં સમય લાગ્યો. પોલીસે પૂછપરછ માટે 20થી વધુ શકમંદોની અટકાયત કરી છે. તેમણે કહ્યું કે સુરક્ષા એજન્સીઓએ હુમલાની તપાસ તેજ કરી દીધી છે.

તમને જણાવી દઈએ કે, સોમવારે કઠુઆ જિલ્લાના બડનોટા ગામ પાસે માચેડી-કિંડલી-મલ્હાર પહાડી માર્ગ પર પેટ્રોલિંગ કરી રહેલી પાર્ટી પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક JCO સહિત આર્મીના પાંચ જવાનો શહીદ થયા હતા. અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. જમ્મુ ક્ષેત્રમાં એક મહિનામાં આ પાંચમો આતંકવાદી હુમલો હતો. ફરજની લાઇનમાં શહીદ થયેલા સેનાના જવાનોની ઓળખ જેસીઓ અનંત સિંહ, હેડ કોન્સ્ટેબલ કમલ રાવત, કોન્સ્ટેબલ અનુજ નેગી, રાઈફલમેન આદર્શ નેગી અને એનકે કુમાર તરીકે થઈ છે.

કઠુઆમાં હુમલો પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા. જાણકારી અનુસાર આતંકવાદીઓએ સ્થાનિક સમર્થકોની મદદથી વિસ્તારની શોધખોળ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓએ હુમલા માટે M4 કાર્બાઈન રાઈફલ્સ અને વિસ્ફોટક ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો.

આ હુમલા પર આકરી પ્રતિક્રિયા આપતા સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્ય જવાનોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે સૈનિકો આ ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ટીમ ઈન્ડિયા નહીં જાય પાકિસ્તાન! ઓમર અબ્દુલ્લાએ કહ્યું- જે પ્રકારનું વાતાવરણ…

 આ પણ વાંચો:બેડમિન્ટન કોર્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને સુવર્ણ ચંદ્રક વિજેતા સાઈના નહેવાલ વચ્ચે થયો રસપ્રદ મુકાબલો

આ પણ વાંચો:કઠુઆ જિલ્લામાં સેનાના વાહન પર થયેલ હુમલામાં ઓવરટેક કરનાર ટ્રકના ચાલક પર શંકા