Political/ ચિરાગ પાસવાનને મોટો ઝટકો, લગભગ બે ડઝન નેતાઓએ LJP થી છેડો ફાડ્યો

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) વચ્ચે ચાલી રહેલો રાજકીય ઝગડો હજુ ઠંડો પડ્યો પણ નથી કે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નાં વડા ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગ્યો છે….

India
sssss 68 ચિરાગ પાસવાનને મોટો ઝટકો, લગભગ બે ડઝન નેતાઓએ LJP થી છેડો ફાડ્યો

બિહારમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) વચ્ચે ચાલી રહેલો રાજકીય ઝગડો હજુ ઠંડો પડ્યો પણ નથી કે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નાં વડા ચિરાગ પાસવાનને મોટો ઝટકો લાગ્યો છે. જણવી દઇએ કે, રવિવારે એલજેપીનાં બે ડઝન નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે.

એલજેપીનાં બળવાખોર નેતા કેશવસિંહે આ સંદર્ભે માહિતી આપી છે. માહિતી આપતાં કેશવસિંહે કહ્યું છે કે, એલજેપીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે અમે બિહાર એનડીએ નાં તમામ ઘટકોને સંપર્ક કરીશું. ઉલ્લેખનીય છે કે, એલજેપીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનની સૂચના પર, પ્રદેશ અધ્યક્ષ રાજકુમારે પૂર્વ રાજ્ય મહામંત્રી કેશવ સિંહને તેમની શિસ્તબદ્ધતા અને પક્ષ વિરોધી કામમાં સામેલ થવાને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઠ્યા હતા.

તે સમયે, પાર્ટીમાંથી હાંકી કાઠ્યા બાદ, કેશવસિંહે એલજેપી અધ્યક્ષને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, ચિરાગ આવી જ રીતે સમર્પિત કાર્યકર્તાઓને પાર્ટીમાંથી નિકાળી રામ વિલાસ પાસવાનનાં સપનાને વેરવિખેર કરે અને આરજેડીને મજબૂત બનાવે. કેશવસિંહે દાવો કર્યો હતો કે, ખર્માસ પછી, પક્ષનાં ચાર સાંસદો અને મોટી સંખ્યામાં અન્ય નેતાઓ મળીને એલજેપી (રામવિલાસ જૂથ) ની રચના કરશે.

કૃષિ આંદોલન / ખેડૂત આંદોલનનો નથી દેખાતો અંત, 26મીએ ટ્રેક્ટર માર્ચ માટે મક્…

Vaccine / વિશ્વભરમાં ‘Pfizer’ ની વેક્સિન સવાલોમાં, 100થી વ…

J & K / સેનાએ જણાવ્યું જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકીઓ છે સક્રિય, સીમા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો