બોમ્બ વિસ્ફોટ/ કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ 12 લોકોનાં મોત

કાબુલમાં વિસ્ફોટ થતાં 12 લોકોનાં મોત થયા છે.

World
kabul કાબુલની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ 12 લોકોનાં મોત

અફઘાનિસ્તાનના ઉત્તરી કાબુલમાં જુમ્માની નમાઝના સમયમાં એક મસ્જિદમાં વિસ્ફોટ થતાં 12 લોકોનાંમોત થયાં છે.કાબુલ પોલીસના પ્રવકતા ફિરદોશ ફરામર્જને જણાવ્યું હતું કે મસ્જિદના ઇમામ મુફતી નઇમનની પણ હુમલામાં મોત થયું છે. જયારે 15 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. તેમણે વધુમાં જણાવ્યું નમાઝ શરૂ થતાં પહેલા જ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટની જવાબદારી કોઇપણ સંગઠને લીધી નથી.પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે મસ્જિદના મૈાલાનાને ટાર્ગેટ કર્યા હતાં.

મહિબુલ્લા સાહેબજાદાને જણાવ્યું હતું કે નમાઝ અદા કરીને નીકળી રહ્યા હતાં ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ મસ્જિદમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો. સોશિયલ મીડિયા પર આની કેટલી તસવીરો સામે આવી છે.મસ્જિદમાં એટલું નુકશાન થયું નથી.આ વિસ્ફોટ ત્યારે થયો છે કે જયારે તાલિબાનો અને અફધાનિસ્તાન સરકાર વચ્ચે ત્રણ દિવસ સુધી સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી,અને બીજા જ દિવસે વિસ્ફોટ થયો હતો.આ પહેલા કાબુલમાં થતાં વિસ્ફોટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સ્થાનિક સંગઠન લે છે પરતું તાલિબાન અને સરકાર એકબીજા પર આરોપ લગાવે છે.