જમ્મુ-કાશ્મીર/ અમરનાથ શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રક સાથે અથડાઈ, એક ડઝનથી વધુ લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર કાઝીગુંડ ખાતે ડમ્પર સાથે અથડાઈ હતી. ક્રોસિંગ પર આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

Top Stories India
અમરનાથ

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓને લઈ જઈ રહેલી બસ શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર કાઝીગુંડ ખાતે ડમ્પર સાથે અથડાઈ હતી. ક્રોસિંગ પર આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે, ઝડપભેર આવતી બસે ડમ્પર ટ્રકને ટક્કર મારી હતી, ત્યારે ટ્રક તે ક્રોસિંગ પર યુ-ટર્ન લઈ રહી હતી. અકસ્માત સમયે ત્યાં હાજર પોલીસકર્મીઓ અને રાહદારીઓ ગભરાઈને ભાગતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદને કારણે ગુરુવારે પહેલગામ અને બાલટાલ રૂટ પરની અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે? 17 જુલાઇના રોજ 17 ટીમો મંથન કરશે

આ પણ વાંચો:પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો ઘટાડો