આજકાલ ચોર પણ ચોરી કરવાની અવાનાવી રીતો અપનાવતા થઇ ગયા છે પરંતુ પોલીસ પાછીપાની કર્યા વગર જ ચોરની તમામ કોશિશો ઉપર પાણી ફેરવી દે છે. આવું જ હિંમતનગરમાં બન્યું છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ RTO સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી વાળો શખ્સ થેલા સાથે ચાલતો નીકળ્યો હતો તે ચોરને એમ હતું કે કોઈ આટલા સાદા વેશમાં કોઈ પકડશે નહિ પરંતુ પેટ્રોલિંગ કરતી પોલિસી ઝડપી લઈને તેની પૂછપરછ હાથ ધરી અને તેના પાસે રહેલા થેલામાં તપાસ કરતા તેમાંથી નીકળ્યા હતા.આઠ દિવસ પહેલા ભોલેશ્વરમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાનીનું ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. ચોર
મળતી વિગત અનુસાર હિંમતનગરનાં ભોલેશ્વરમાં આઠ દિવસ પહેલા ભર બપોરે બંધ મકાનના પાછળના ભાગે બાથરૂમની બારી તોડી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ ૨.૮૮.૧૦૦ ના મુદ્દામાલની ચોરી થઇ હતી. હિંમતનગરનાં સવગઢમાં ખુલ્લા મેદાનમાં મૂળ રહેવાસી વડાલીના નવાનગરના ૧૮ વર્ષીય વિપુલ સતીસભાઈ વાદીને ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો હતો અને તેની પૂછ પરછ કરતા તેને ચોરી કાબુલી હતી અને તેના પાસેના થેલામાંથી રૂ ૧,૬૯,૧૯૦ ના સોના-ચાંદીના,મોબાઈલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જે પોલીસે કબજે લીધો હતો.આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ કોમલ રાઠોડે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન આરટીઓ સર્કલથી ઝડપાયેલ ઘરફોડ ચોરીના આરોપીને મુદામાલ સાથે ઝડપ્યા બાદ હિમતનગર બી ડીવીઝન પોલીસને મુદામાલ સાથે આરોપીને સોપ્યો હતો.
આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર