Rajkot News : રાજકોટમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. જેમાં દિકરીના સાવકા પિતાએ અને તેના મિત્રએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 14 વર્ષની સગીરા પર પિતા અને તેના મિત્રએ દુષ્કર્મ આચરતા તેમની સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે 14 ફેબ્રુઆરીના રોજ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરીને સાવકા પિતા અને તેના મિત્રને ઝડપી લીધા હતા. અગાઉ પિતાએ યુવતીના મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
દરમિયાન વેલેન્ટાઈન ડેના સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં નવો વળાંક આવ્યો છે, જેમાં સગીરા સાથે તેના સાવકા પિતાએ પણ થોડા સમય પહેલા દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત સાવકા પિતાના મિત્રએ પણ સગીરા પાસે બીભત્સ માંગણી કરી હતી. આ વાત તેની માતા પણ જાણતી હોવા છતાં ફરિયાદ કરવાના બદલે જો કોઈ ને જાણ કરીશ તો મારી નાખીશ એવી ધમકી આપતા આખરે ગાંધીગ્રામ પોલીસમાં ભોગ બનનાર સગીરાની માતા, સાવકા પિતા અને સાવકા પિતાના મિત્ર સામે દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસે આરોપી સાવકા પિતા અને તેના મિત્રની ધરપકડ કરી સગીરાની માતાની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 14 ફેબ્રુઆરીના રોજ સગીરાને સ્નેપચેટમાં મિત્ર બનેલા સગીરે તેના બે અન્યો મિત્ર સાથે ગાડીમાં બેસાડી રાજકોટના રૈયા રોડ પર ફરવા લઇ ગયો હતો. આ પછી રૈયા રોડ પર ત્રણેય શખસો સગીરાને લઇ કાળા કાચવાળી વર્ના કારમાં જતા હતા. આ દરમિયાન આલાપ ગ્રીન સીટી પાસે બંને મિત્રોને સગીરે નાસ્તો લેવા જવાનું કહી કારમાંથી નીચે ઉતારી દીધા હતાં. ત્યારબાદ પેટ્રોલ પંપ નજીકના ભાગે કાર લઈ જઈ સગીર આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આ પછી કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલી સગીરાએ ત્યારે કોઈ પ્રતિકાર કર્યો ન હતો. બાદમાં આ ત્રિપુટી સગીરાને ઘર પાસે મૂકી ભાગી ગયા હતાં. જે અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સગીર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને મળશે આજથી હોલ ટિકિટ,શિક્ષણ બોર્ડે આપી જાણકારી
આ પણ વાંચો: જામિયા યુનિવર્સિટી ફરી વિવાદમાં! તોડફોડના આરોપો અંગે વિદ્યાર્થીઓનો જવાબ – જો આરોપ સાચા હોય તો CCTV બતાવો
આ પણ વાંચો: બ્રેમ્પ્ટનમાં ભયાનક અકસ્માત, કુલ 3 ભારતીય વિદ્યાર્થીઓનું દુઃખદ અવસાન, તેમાંથી 2 તો ગુજરાતી
