Rajkot News/ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કરોડોની ઠગાઈનો કેસ સામે આવ્યો

સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. સંતો સામે કુલ ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Gujarat Rajkot

Rajkot News: સ્વામિનારાયણ મંદિરના (Swaminarayan Temple) સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. રાજકોટના જસ્મીન માઢકે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે. સંતો સામે કુલ ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઠગાઈ મંદિર માટે જગ્યા જોઈએ છે તેમ કહી કરવામાં આવી છે. 510 વીઘા જમીન ફરિયાદીને બતાવીને રોકાણની લાલચ આપવામાં આવી હતી. તેમાં સુરેન્દ્રનગર, વિરમગામ,સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ થઇ છે. વડતાલમાંથી હકાલપટ્ટી કરેલા સ્વામી સહિત 8 સામે ફરિયાદ થઇ છે.

રાજકોટ, સુરેન્દ્રનગર વિરમગામ,સુરતમાં સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેમાં રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જે.કે સ્વામી,વી.પી સ્વામી, એમ.પી.સ્વામી , દેવપ્રકાશ સ્વામી સહિત આઠેક લોકો સામે ઠગાઈની ફરિયાદ થતા ભક્તોમાં આક્રોસ જોવા મળ્યો છે. જેમાં જસ્મીન માઢકે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વીડીયો રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યા છે.

તેથી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. સ્વામીની ટોળકીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યા હોવાની અલગ અલગ ફરિયાદો છે. સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વેચતાનો આક્ષેપ છે. જેમાં સુરતમાં 2 નડિયાદ, આણંદ, વિરમગામમાં પાંચ ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે.

રાજકોટમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડોની ઠગાઈ કરવામાં આવી છે. જેમાં વડતાલ સ્વામિનારાયણના ચાર સ્વામી સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ થઇ છે. સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યા જોઈએ છે તેવું કહી સાધુઓએ કરોડોની ઠગાઈ કરી છે. જેમાં જે.કે સ્વામી, વી.પી સ્વામી, એમ.પી.સ્વામી સહિત 8 લોકો સામે ઠગાઈની ફરિયાદ છે. જસ્મીન માઢકે રુપિયા લેતીદેતીના વીડિયો પોલીસને આપ્યા છે. અલગ અલગ લોકો પાસેથી કરોડ રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે. સુરત, નડિયાદ, આણંદ, વિરમગામના ગુનામાં સ્વામીઓ વોન્ટેડ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં જે.કે. સ્વામીની ઠગાઈનો મામલો, ક્રાઇમ બ્રાન્ચે PAનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો

આ પણ વાંચો: ડોક્ટર સાથે ઠગાઈ, ઓર્ડરના નામે 30 લાખ રૂપિયા પચાવી પાડ્યા

આ પણ વાંચો: વડોદરામાં દોઢ કરોડની ઠગાઈ કરનારી મહિલા ઝડપાઈ