Not Set/ કોંગ્રેસનાં કોર્પોરેટરનો વિરોધ કામ ન આવ્યો, શહેઝાદ પઠાણ જ AMC માં વિપક્ષનાં નેતા બન્યા

અમદાવાદમાં AMC વિપક્ષ નેતા માટે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી પ્રમાણે આ પદ માટે દાણીલીમડાનાં કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ (Shahezad Khan Pathan) નું નામ નક્કી થઇ ગયુ છે.

Top Stories Ahmedabad Gujarat
શહેઝાદ પઠાણ
  • AMC વિપક્ષના નામની જાહેરાત
  • વિપક્ષ નેતા તરીકે શહેઝાદ પઠાણ
  • વિપક્ષ ઉપનેતા તરીકે નીરવ બક્ષી
  • જગદીશ રાઠોડ વિપક્ષ દંડક તરીકે વરણી

અમદાવાદમાં AMC વિપક્ષ નેતા માટે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી પ્રમાણે આ પદ માટે દાણીલીમડાનાં કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ (Shahezad Khan Pathan) નું નામ નક્કી થઇ ગયુ છે. આ પદની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો – બળજબરીથી ધર્મ પરિવર્તન / પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવાની ટકાવારીમાં વધારો,સગીર વયની છોકરીઓનો સમાવેશ

આપને જણાવી દઇએ કે, અમદાવાદ શહેરનાં દાણલીમડા વિસ્તારમાં શહેઝાદ ખાન પઠાણ ( Shahezad Khan Pathan) ત્રીજી વાર કોર્પોરેટર પદે ચૂંટાઇ આવ્યા હતા. તો AMC વિપક્ષ નેતા તરીકે અમદાવાદનાં ચાર નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે. AMC વિપક્ષનાં નેતા તરીકે દાણીલમડા કાઉન્સિલર શહેઝાદ ખાન પઠાણ ( Shahezad Khan Pathan ) નામ નક્કી કરવામાં આવ્યું છે. જો કે આ પહેલા નામની સત્તાવાર જાહેરાત ઉત્તરાયણ બાદ કરવામાં આવશે તેવી ચર્ચાઓ હતી. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં કોંગ્રેસનાં 24 કોર્પોરેટર છે. જેમાથી 10 કોર્પોરેટરે શહેઝાદ ખાન પઠાણનાં નામની ચર્ચા થયા બાદ બળવો કરી રાજીનામાં આપ્યા હતા, ત્યારબાદ હાઈકમાન્ડે તેમાંથી 4 કોર્પોરેટરને શિસ્તભંગની નોટિસ ફટકારી હતી. કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલા વર્તનનાં કારણે નોટિસ આપવામાં આવી હતી. તેટલુ જ નહી આ કોર્પોરેટરને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  વઢવાણીયા રાયતા મરચાની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષ 3000 મણથી વધુ નુ વેચાણ. 18 લાખ થી વધુ આવક..

સુત્રોની માનીએ તો અમદાવાદ મહાનગર પાલિકા કોંગ્રેસ કાઉન્સિલરો વચ્ચે બે ગ્રુપ પડી ગયા હતા. બન્ને ગ્રુપ એક બીજાની આમને સામને આવી ગયા હતા અને વિપક્ષ પદ માટે ઘમાસાણ ચાલી રહ્યું હતુ. શહેઝાદ ખાન પઠાણ ( Shahezad Khan Pathan ) નામની ચર્ચા થતા જ એક જૂથ નારાજ જોવા મળી રહ્યુ હતુ. કારણ કે, બીજી જૂથ ઇકબાલ શેખ અને કમળાબહેન ચાવડા નામ પર સહમતી દર્શાવી હતી. આ વિવાદ વચ્ચે હાઈકમાન્ડને વચ્ચે પડવુ પડ્યુ અને શહેઝાદ પઠાણનાં વિરોધ કરતા કોર્પોરેટરોને નોટિસ ફટકારી હતી. વળી એવી પણ ચર્ચાઓ શરૂ થઇ કે કોંગ્રેસમાં હજુ પણ અંદરો-અંદર વાદ વિવાદ છે. જે શાંત દેખાઇ રહેલા જ્વાળામુખી જેવો છે બહારથી સામાન્ય અને સમય આવે ત્યારે વિરોધમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવો હોય છે.