OMG!/ યુકેનું એક કપલ લગ્ન પછી ગયું હનીમૂન ટ્રીપ પર, પછી બન્યું એવું કે તેમના સપના થયા ચકનાચૂર

લગ્ન પછી યુગલ હનીમૂન પર જતું હોય છે, પરંતુ એક યુગલનું સપનું ત્યારે ચકનાચૂર થઇ ગયું હતું, જયારે તેઓને રહેવા માટે અલગ અલગ થવું પડ્યું હતું…

World Trending
હનીમૂન

આજના સમયમાં લગ્ન પછી યુગલ હનીમૂન પર જતું હોય છે, પરંતુ એક યુગલનું સપનું ત્યારે ચકનાચૂર થઇ ગયું હતું, જયારે તેઓને રહેવા માટે અલગ અલગ થવું પડ્યું હતું. હકીકતમાં આ યુગલ હનીમૂન માટે વિદેશ ગયું હતું, પરંતુ આ સમયે થયું એવું કે તેઓને એકબીજાથી અલગ થવું પડ્યું છે.

આ પણ વાંચો :દુનિયાભરનાં નેતાઓનાં ‘blah, blah, blah’ પર ગ્રેટા થનબર્ગે ઉડાવી મઝાક

આ દરમિયાન થયેલી પૂરી ઘટના મહિલાએ જણાવી છે, જેમાં તેઓ સાથે શું થયું હતું તે જણાવ્યું હતું અને આ માટેનું કારણ પણ તેને જણાવ્યું હતું.

મિરર યુકેના જણાવ્યા મુજબ, લંડનના કિસવિકના રહેવાસી 27 વર્ષના એમી અને 33 વર્ષના એલ્બર્ટોએ હાલમાં જ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હનીમૂન માટે તેઓ આયરલેન્ડના બારબાડોસ પહુંચ્યા હતા પરંતુ કોરોના વાયરસે તેમની હનીમુન ટ્રીપ બગાડી નાખી હતી.

આ પણ વાંચો :તાલિબાને એક નિર્દોષ બાળકની કરી હત્યા; પિતા ઉપર હતી આવી શંકા…

હકીકતમાં, થયું હતું એવું કે લંડનથી નીકળતા પહેલા બંને મિત્રોએ PCR ટેસ્ટ કરાયો હતો, જેમાં એરપોર્ટ પર તેઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા, પરંતુ બ્રિજટાઉન એરપોર્ટ પર જયારે તેઓ પહોંચ્યા હતા, ત્યારે તેઓનો ટેસ્ટ કરાવ્યો જેમાં એલ્બર્ટોનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ એમીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ કારણે હનીમુન ટ્રીપ દરમિયાન જુદા કરવા પડ્યા હતા અને તેઓના સપના પર પાણી ફરી વળ્યું હતું.

આ પણ વાંચો :બ્રિટનની રોયલ મિન્ટે દેવી લક્ષ્મીના રૂપમાં પ્રથમ ગોલ્ડ બાર લોન્ચ કર્યો 

આ પણ વાંચો : મહિલા સશક્તિકરણની દિશામાં સાઉદી અરેબિયાનું મોટું પગલું, 600 મહિલાઓને આપશે મસ્જિદોમાં નોકરી