Not Set/ હજુ જીવતો છે છોટા રાજન, એઈમ્સમાં ચાલી રહી છે કોરોનાની સારવાર

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાથી મોતના સમાચારને નવી દિલ્હી ખાતે આવેલ એઈમ્સે નકારી કાઢ્યા છે. એઈમ્સના અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે છોટા રાજન હજી જીવે છે.

India Trending
A 85 હજુ જીવતો છે છોટા રાજન, એઈમ્સમાં ચાલી રહી છે કોરોનાની સારવાર

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાથી મોતના સમાચારને નવી દિલ્હી ખાતે આવેલ એઈમ્સે નકારી કાઢ્યા છે. એઈમ્સના અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઈએ જણાવ્યું હતું કે છોટા રાજન હજી જીવે છે. આ પહેલા, બધા મીડિયા અહેવાલોમાં ચાલ્યું હતું કે, અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું કોરોનાથી મોત નીપજ્યું હતું. આપને જણાવી દઈએ કે, છોટા રાજન એઈમ્સમાં દાખલ છે. 26 એપ્રિલે, છોટા રાજનની તબિયત લથડતાં તેને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. 2015 માં, તેને ઇન્ડોનેશિયાથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો.

26 એપ્રિલના રોજ, તિહાર જેલના અધિકારીઓએ સેશન્સ કોર્ટને કહ્યું હતું કે છોટા રાજનને સુનાવણી માટે ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી શકાય નહીં. કારણ એ છે કે તે કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો :CM ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ કોરોના અંગે ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ, કેસ દાખલ

મુંબઇમાં 61 વર્ષ જુના ગેંગસ્ટર સામે ઓછામાં ઓછા 70 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે હત્યાથી લઇને ખંડણી સુધીના છે. આ તમામ કેસ સીબીઆઈની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરાયા હતા. 2011 માં, છોટા રાજનને પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના મામલે વર્ષ 2018 માં આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પણ વાંચો :51 વર્ષીય કામી રીતાએ 25મી વખત માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યો,સૌથી વધુ વખત ચઢનાર પ્રથમ પર્વતારોહી

છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ ક્યારે એક જ ગેંગમાં હતા. બાદમાં બંને છુટા થઈ ગયા હતા. નવાબત એટલા દૂર આવી ગયા હતા કે છોટા રાજન ઉપર પણ બેંગકોકમાં દાઉદના માણસોએ હુમલો કર્યો હતો. આમાં છોટા રાજનને ગંભીર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો :મોત સામે ઝઝૂમી રહેલી આ વ્યક્તિ કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ આપશે સલામી

kalmukho str 5 હજુ જીવતો છે છોટા રાજન, એઈમ્સમાં ચાલી રહી છે કોરોનાની સારવાર