Surat News/ સુરત મનપાનાં બે કોર્પોરેટર વિરૂદ્ધ લાખો રૂપિયાની માંગણીનો નોંધાયો ગુનો

સુરત શહેરમાં પ્રજાને સુવિધા પૂરી પાડવા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 53ના ફાઈનલ પ્લોટ નંબર 88માં મલ્ટી લેવલ પાર્કિંગની પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી. પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યામાં મનપા

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરત શહેરની (Surat City) ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી, જેમાં સુરત મનપાના કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી, તકરાર અને બોલાચાલી ધમકી આપી હતી બાદમાં સખ્ત કાર્વાહીથી બચવું હોય તો રૂપિયા 11 લાખ આપવાની ધમકી આપી હતી. અંતે રૂ. 10 લાખમાં લાંચ (Bribe) લેતા કોર્પોરેટરોને એસીબીએ (ACB) ઝડપી પાડ્યા છે તેમજ તેમની વિરૂદ્ધ ગુનો દાખવ કરાયો છે.

સુરત શહેરમાં પ્રજાને સુવિધા પૂરી પાડવા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં આવેલા ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 53ના ફાઈનલ પ્લોટ નંબર 88માં મલ્ટી લેવલ પાર્કિંગની પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવી હતી. પે એન્ડ પાર્કની સુવિધાવાળી જગ્યામાં મનપા દ્વારા શાકભાજી  માર્કેટની જગ્યા ફાળવવામાં આવી હતી. જેમાં સુરત મનપાના પુણાના વોર્ડ નંબર 16 અને 17ના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સુહાગીયાએ જગ્યાની મુલાકાત લઈ ગેરકાયદેસર દબાણ કરેલાનું કહી બોલાચાલી કરી હતી.

બાદમાં પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદે દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવી બંને કોર્પોરેટરોએ કાર્યવાહીથી બચવું હોય તો રૂપિયા 11 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. ફોનમાં અંતે રકઝક કરી રૂપિયા 10 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, આ સમગ્ર વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. કોડવર્ડ દ્વારા સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે કહી તેવો શબ્દ વાપરતા હતા. જેમાં ડોક્યુમેન્ટ એટલે નાણાં થતાં હતા.

કોન્ટ્રાક્ટર પોતે લાંચ આપવા માંગતા ન હોઈ રેકોર્ડિંગ એસીબીમાં મોકલ્યું હતું. એસીબીએ તપાસ કરી એફએસએલના પ્રમાણપત્રના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં બંને કોર્પોરેટર સામે પ્રિવેન્શન ઓફ કર્રશન હેઠળ ગુનો બનતો હોઈ કલ્પેશ ધડુકનાએ ફરિયાદી બની રૂપિયા 10 લાખની માંગણી અંગે ગુનો નોંધ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતનું જીએસટી ભવન, લાંચ લેનારાઓનો છે દબદબોઃ સીએ એસોસિયેશન

આ પણ વાંચો:7 હજારની લાંચ લેતા આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરને ઝડપી લેતી એસીબી

આ પણ વાંચો:ખેડામાં લાંચ કેસમાં આગોતરા જામીન રદ્દ થયા બાદ નાસતા ફરતા કોન્સ્ટેબલ અને જીઆરડી ઝડપાયા