Doctor Strike/ ડોક્ટર પર રેપ થઈ શકે, પણ ડોક્ટર જાહેરમાં બંદૂક બતાવે તો કેસ

કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતમાં ડોક્ટરોએ રાજ્યવ્યાપી હડતાળ પાડી છે. આના સંદર્ભમાં શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોએ શુક્રવારે કેન્ડલ માર્ચ યોજી હતી.

Gujarat Others Breaking News

Amreli News: કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાતમાં ડોક્ટરોએ રાજ્યવ્યાપી હડતાળ પાડી છે. આના સંદર્ભમાં શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરોએ શુક્રવારે કેન્ડલ માર્ચ યોજી હતી. આ રેલીમાં ડો. ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાઇસન્સ હથિયાર કાઢી ડોક્ટરોને પોતાની સુરક્ષા પોતાના જ હાથમાં છે તેમ કહી શસ્ત્ર વસાવવા અપીલ કરી હતી. તેના પગલે અમરેલી પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે ફક્ત બંદૂક બતાવનારા ડોક્ટર સામે આટલી ચપળતા બતાવી તેટલી રેપ કરનારાઓને પકડવામાં દાખવે તો સ્થિતિ જુદી હોય.

અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયા મુજબ કોલકતા ખાતે ટ્રેઇની ડોકટર સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરવાના મામલે રાત્રીના આશરે 9 વાગ્યા આસપાસ ડોક્ટર જી.જે.ગજેરા એકઠા થયેલા લોકોને સંબોધન કરતા હતા એ દરમિયાન તેમણે પોતાના હાથમાં રિવોલ્વર જેવું હથિયાર જાહેરમાં પ્રદર્શિત કર્યું હતું. અમરેલીના રાજકમલ ચોકમાં ડો. ગજેરાએ જાહેરમાં પોતાનું લાસયન્સ વેપન બતાવી ઈન્ટર્ન તબીબોને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવા અપીલ કરી હતી, જેમાં લોકોમાં ભય પેદા થાય તેવી રીતે જાહેર ત્રાસદાયક કૃત્ય કરી લાયસન્સની શરતોનો ભંગ કર્યાનો ભારતીય ન્યાય સાહિતા અને આમ્સ એક્ટ મુજબની ગુનો નોંધાયો છે.

મોડીરાતે ડોક્ટર જી.જે.ગજેરાએ જાહેરમાં રિવોલ્વર કાઢતાં જિલ્લા પોલીસ વડાએ તપાસ કરવામાં આદેશ આપ્યા હતા. સીટી પોલીસ સહિત અલગ અલગ પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી અને મોડી રાતે જ લાયસન્સની શરતો ભંગ કર્યાનો ગુનો નોંધ્યો હતો. ડોકટર ગજેરાએ કહ્યું હતું કે, સેફ્ટી માટે બધાએ હથિયાર વસાવવા જોઈએ, 5 વર્ષ પછી બધુ બહુ વધી જશે. તમારી સેફ્ટી માટે હથિયાર રાખવું જોઈશે. ડોકટર પર જે રીતે હુમલાઓ થાય છે એટલે સેફ્ટી માટે બધુ કરવું પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોલકાતામાં જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા સામેની હડતાળને રાજ્યવ્યાપી સમર્થન

આ પણ વાંચો:  અમદાવાદમાં નિકોલમાં આવેલું ખાણીપીણી બજાર સીલ

આ પણ વાંચો: Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર