Ahmedabad News: અમદાવાદના નિકોલમાં આવેલું ખાણીપીણી બજાર સીલ કરવામાં આવ્યું છે. સ્વચ્છતાના અભાવ અને મચ્છરના બ્રીડિંગના પગલે આ બજાર સીલ કરવામાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ અને હેલ્થ વિભાગે સંયુક્ત કામગીરી બજાવીને આ ઓપરેશન પાર પાડ્યું છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ફૂડમાંથી જીવાત મળી આવવાના કિસ્સાઓએ જોર પકડ્યુ છે. દિવસ પૂરો થતો નથી અને કોઈને કોઈ રેસ્ટોરા કે હોટેલની ફૂડમાંથી જીવાત મળી આવે છે. ચોમાસામાં આમ પણ જીવાત થતી જ હોય છે અને સ્વચ્છતા ન હોય ત્યાં વધારે પ્રમાણમાં જીવાત થતી હોય છે.
આના પગલે આરોગ્ય વિભાગ પર સતત માછલા ધોવાતા હોવાથી આરોગ્ય વિભાગે પણ સ્વચ્છતા ન જાળવતા ફૂડ એકમો સામે ઝુંબેશ આદરી છે. આના જ ભાગરૂપે નિકોલમાં આવેલા ખાણીપીણી બજારને સીલ મારી દેવાયું છે. જો કે ખાણીપીણીના શોખીનોએ ચિંતા કરવાની જરૂર નથી. આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરતાં અને દંડ ભરતાં જ આ બજાર ખૂલી જશે.
આમ છતાં પણ ચોમાસા જેવી સીઝનમાં લોકો અને ખાસ કરીને બાળકો બહારનું ન ખાય તે ઘણુ સારુ છે. આપણા શાસ્ત્રોમાં ચોમાસામાં તો શાકભાજી ખાવાની પણ ના પાડવામાં આવી છે. એટલે તો ચાતુર્માસ અને શ્રાવણ માસનો મહિમા છે. આ સંજોગોમાં જો લોકો ચાર મહિના સંયમ પાળે તો તેમને બાકીના આઠ મહિના શાંતિથી નીકળી જાય, નહીં તો કેટલાય લોકોનો મંદવાડ ચોમાસાથી જ શરૂ થાય છે. આથી જો ખાણીપીણીના શોખીન હોવ તો કમસેકમ ચોમાસામાં બ્રેક મારવી જરૂરી છે. આમ કરશો તો જ વર્ષનો બાકીનો સમય તમે બહારનું ખઈ શકશો.
આ પણ વાંચો: કાંકરિયામાં પીઝા ખાતા પહેલા સાવધાન,ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી નીકળી જીવાત
આ પણ વાંચો: અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત
આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત