Accident/ કરાળા ગામે રહેતા પિતા-પુત્રનું માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત  

પલસાણા તાલુકાના કરાળા ગામે હળપતિ વાસમાં રહેતા કિશનભાઈ રાઠોડ તેમજ તેનો પુત્ર રોબિ રાઠોડ શનિવારના મોડી રાત્રીએ 9 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાઇકલ GJ 19 N 3174 લઈ ચલથાણથી આંતરિક રસ્તા પર તાંતીથૈયા જઈ રહ્યા હતા

Gujarat Surat
a 125 કરાળા ગામે રહેતા પિતા-પુત્રનું માર્ગ અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત  

@મુકેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – સુરત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિ દિન વધી રહી છે. ત્યારે આવામાં વશું એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં  કરાળા ગામે રહેતા પિતા પુત્ર પોતાની મોટરસાઈક લઈ કરાળાથી તાંતીથૈયા ગામે આંતરિક રસ્તા પરથી જઈ રહ્યા હતા જે દરમિયાન સામેથી પુર ઝડપે આવતી મોટરસાઇકલ સાથે ધડાકાભેર અથડાતા મોટરસાઇકલ પર સવાર પિતા-પુત્રને માથામાં ગંભીર ઈજાઓ થતા પિતા-પુત્રના ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર,પલસાણા તાલુકાના કરાળા ગામે હળપતિ વાસમાં રહેતા કિશનભાઈ રાઠોડ તેમજ તેનો પુત્ર રોબિ રાઠોડ શનિવારના મોડી રાત્રીએ 9 વાગ્યાના અરસામાં પોતાની મોટરસાઇકલ GJ 19 N 3174 લઈ ચલથાણથી આંતરિક રસ્તા પર તાંતીથૈયા જઈ રહ્યા હતા જે અરસામાં રેલવે ગરનાળાની નજીક સામેની બાજુએથી એકાએક પુરઝડપે મોટરસાઇકલ GJ 19 AS 8605 આવતા બને મોટરસાઇકલ ધડાકાભેર અથડાઈ હતી જે અકસ્માતમાં મોટરસાઇકલ પર સવાર પિતા કિશન રાઠોડ અને પુત્ર રોબિ કિશનને માથામાં ગંભીર ઈજાઓ થતા પિતા પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

તેમજ GJ 19 AS 8605 મોટરસાઇકલ પર સવાર ઈસમને સામાન્ય ઈજાઓ થઈ હતી ધૂમ સ્ટાઇલથી સામેથી આવતી બાઇક એટલી જોરથી ભટકાય હતી જે ધૂમ સ્ટાઇલ બાઇક ઘટના સ્થળેથી 25 ફૂટ દૂર બાઇક ઘસડાઈને અસ્માત સ્થળથી દૂર સુધી ઘસડાઈને પડી હતી ઘટના અંગે કડોદરા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી મરણ જનાર ઇસમોને PM માટે મોકલી ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે.

આ પણ વાંચો : Gujarat: લખતર વિરમગામ હાઇવે પર ધૂમ સ્ટાઇલથી ચોરી… 

આ પણ વાંચો : Gujarat: ઝાલાવાડમાં બર્ડ ફ્લૂનું આગમન, 8 ઢેલ અને 1 તેતર મરતા, ફોરેસ્ટ…

આ પણ વાંચો : Covid-19: કોરોનાનાં કેસમાં આજે ફરી નોંધાયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો