Manipur/ દજુકોઉ ખીણમાં લાગી ભીષણ આગ, દૂરથી જોવા મળ્યો આ ભયાનક નજારો

મણિપુર અને નાગાલેન્ડની સરહદ પર સ્થિત દજુકોઉ ખીણમાં ભારે આગ લાગી છે. આ આગને કારણે જંગલને ભારે નુકસાન થવાની સંભાવના છે. વળી, હજારો જીવ-જંતુઓનાં મોતની આશંકા પણ છે….

India
Mantavya 13 દજુકોઉ ખીણમાં લાગી ભીષણ આગ, દૂરથી જોવા મળ્યો આ ભયાનક નજારો

મણિપુર અને નાગાલેન્ડની સરહદ પર સ્થિત દજુકોઉ ખીણમાં ભારે આગ લાગી છે. આ આગને કારણે જંગલને ભારે નુકસાન થવાની સંભાવના છે. વળી, હજારો જીવ-જંતુઓનાં મોતની આશંકા પણ છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. આગ એટલી ભયંકર છે કે તે ત્યાંથી દૂર આવેલા કોહિમાથી પણ સ્પષ્ટપણે દેખાય છે.

IAF Copter Deployed To Battle Dzukou Valley Wildfire | Nation

રાજ્ય સરકાર આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે. દરમિયાન શુક્રવારે કેન્દ્ર સરકારે પણ આગને કાબૂમાં લેવામાં તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. વળી, એરફોર્સનાં હેલિકોપ્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. મણિપુરનાં મુખ્ય પ્રધાન એન. બિરેનસિંહે શુક્રવારે સવારે ટિ્‌વટ કર્યું હતું કે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફોન આવ્યો હતો. તેંણે દજુકોઉ ખીણમાં લાગેલી આગ વિશે વિગતવાર પૂછપરછ કરી. તેમજ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર જંગલની આગને દૂર કરવામાં દરેક રીતે મદદ કરશે. વળી, ગૃહ મંત્રાલયની એક ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

વળી કેન્દ્ર સરકારની સૂચનાથી જ ભારતીય વાયુ સેનાનાં હેલિકોપ્ટરોએ કબજો સંભાળી લીધો છે, જ્યાં પાણીનાં છાંટાની સાથે લોકોને અને પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન બિરેન સિંહનાં જણાવ્યા મુજબ, આ સમયે જંગલોમાં ઘાસ સુકાઈ ગયું હતું. આ ઉપરાંત જોરદાર પવન આગને વધુ ફેલાવી રહ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે વન વિભાગનાં અધિકારીઓ અને ગ્રામજનો જરૂરી સાધનો ન હોવાને કારણે આગને કાબૂમાં લેવા જંગલમાં પ્રવેશ કરી શકતા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો