Not Set/ અંકલેશ્વર/ GIDC વિસ્તારમાં ડેનો ફાર્મા કંપનીમાં ભીષણ આગ

ડેનો ફાર્મા કંપનીમાં આગ લગતા અફરા તફરી ફાયર ફાયટર તેમજ નોટીફાઈડની ટીમ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ અંકલેશ્વરની GIDC ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તો ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. […]

Gujarat Others
આગ અંકલેશ્વર/ GIDC વિસ્તારમાં ડેનો ફાર્મા કંપનીમાં ભીષણ આગ
  • ડેનો ફાર્મા કંપનીમાં આગ લગતા અફરા તફરી
  • ફાયર ફાયટર તેમજ નોટીફાઈડની ટીમ ઘટનાસ્થળે
  • ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

અંકલેશ્વરની GIDC ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે, દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. તો ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. જેને પગલે કંપનીના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપની બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડીએટસનું પ્રોડક્શન કરે છે. અને સ્ટેટીક ચાર્જના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.