દિલ્હી/ CBIની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ,અધિકારીઓ સહિત સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો

દિલ્હીના લોધી રોડ પર CGO કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ 8 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.હાલ કોઇ નુકશાનની ખબર નથી

India
CBI 2 CBIની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ,અધિકારીઓ સહિત સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો

સીબીઆઈ ભવનના ભોંયરામાં ભીષણ આગ લાગવાના સમાચાર આવ્યા છે. આ આગને કારણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ઘણી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. દિલ્હીના લોધી રોડ પર CGO કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ 8 ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે બપોરે 1.30 વાગ્યે બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.થોડા સમય બાદ અંદરથી જ્વાળાઓ બહાર આવતી જોવા મળી હતી સાવચેતી અને સાવધાની પૂર્વક અંદરના અધિકારીઓ અને સ્ટાફને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. હમણાં સુધી આ આગની ઘટનામાં કોઈના ઘાયલ થયાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દેશના ટોપમોસ્ટ કેસોની તપાસ કરે છે. CBI નું મુખ્ય મથક દિલ્હીમાં છે. વિવિધ મહત્વના કેસ સાથે જોડાયેલા ઘણા મહત્વના દસ્તાવેજો પણ આ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા છે. અગાઉ જુલાઇ મહિનામાં પણ સીબીઆઇ ભવનમાં આગ લાગી હતી. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ વખતે આગ કેવી રીતે લાગી? હાલ તેની તપાસ ચાલી રહી છે.