Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 22,752 નવા કેસ નોંધાયા

કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં 22 હજારથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. આજે કોરોનાથી સંક્રમિત દેશોની યાદીમાં ભારત ત્રીજા નંબર પર પહોંચી ગયુ છે. જેણે સરકારને હવે ચિંતામાં મુકી દીધી છે. આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 22,752 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. દેશમાં આજે પણ […]

India
911d6a5984730b27d434963d35078e20 1 #CoronaUpdateIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 22,752 નવા કેસ નોંધાયા

કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં 22 હજારથી વધુ કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે. આજે કોરોનાથી સંક્રમિત દેશોની યાદીમાં ભારત ત્રીજા નંબર પર પહોંચી ગયુ છે. જેણે સરકારને હવે ચિંતામાં મુકી દીધી છે. આરોગ્ય વિભાગનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 22,752 નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે.

દેશમાં આજે પણ 22 હજારથી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યા છે, જ્યારે 482 લોકોનાં મોત નીપજ્યાં છે. આ નવા કેસો સામે આવ્યા બાદ, દેશમાં કોરોનાવાયરસનાં કુલ 7,42,417 કેસ નોંધાયા છે, જ્યારે દેશમાં કુલ મૃત્યુઆંક 20,642 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં, દેશમાં કોવિડ-19 થી ઠીક થતાં કુલ દર્દીઓની સંખ્યા 4,56,831 રહી છે. હાલમાં, દેશમાં રિકવરી દર 61.53% પર ચાલી રહ્યો છે. પોઝિટિવિટી રેટ 8.66 ટકા છે. એટલે કે, ટેસ્ટિંગ કરવામાં આવતા સેમ્પલોમાંથી 8.66 ટકા સેમ્પલો પોઝિટીવ આવી રહ્યા છે.