દુર્ઘટના/ મુંબઈના ઉલ્લાસનગરમાં પાંચ માળની ઈમારત ધરાશાય, 7 લોકોના મોત

થાણે જિલ્લામાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં મોડી રાત્રે ઉલ્હાસનગરમાં એક 5 માળની બિલ્ડીંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉલ્હાસનગરના સિદ્ધિ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી નાસભાગ મચી જવા પામી હતી. સમાચાર મળતાં જ થાણે મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે […]

India
IMG 20210529 173830 મુંબઈના ઉલ્લાસનગરમાં પાંચ માળની ઈમારત ધરાશાય, 7 લોકોના મોત

થાણે જિલ્લામાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં મોડી રાત્રે ઉલ્હાસનગરમાં એક 5 માળની બિલ્ડીંગનો એક ભાગ અચાનક તૂટી પડતાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉલ્હાસનગરના સિદ્ધિ ઇમારતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. અચાનક સર્જાયેલી આ દુર્ઘટનાથી નાસભાગ મચી જવા પામી હતી. સમાચાર મળતાં જ થાણે મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

 

 

 

ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગ ની ટીમે કાટમાળમાં દબાયેલા 7 લોકોની લાશ બહાર કાઢી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદેએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે.

 

 

 

બિલ્ડીંગ કેવી રીતે પડી ગઇ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અહીં હજુ સુધી કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તો બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારી પણ ફાયર બ્રિગેડની ટીમ સાથે ઘટનાસ્થળ પર છે. આ લોકો કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે.